Western Times News

Gujarati News

TMCના મહિલા સાંસદ નકલી વેક્સિનેશનનો ભોગ બન્યા

Files Photo

કોલકાતા: કોરોના વાયરસથી બચવા માટે દેશભરમાં ઝડપથી રસીકરણ થઈ રહ્યું છે. આ બધા વચ્ચે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મિમી ચક્રવર્તી નકલી રસીકરણનો ભોગ બન્યા છે અને પોતાને આઈએસ ઓફિસર ગણાવતા વ્યક્તિએ તેમને ફેક રસી મૂકાવી દીધી છે.

ટીએમસી સાંસદ મિમી ચક્રવર્તીએ કહ્યું કે તેમને એક રસીકરણ કેમ્પ માટે આમંત્રણ અપાયું હતું અને જણાવાયું કે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના જાેઈન્ટ કમિશનર તરફથી ટ્રાન્સજેન્ડર્સ અને દિવ્યાંગો માટે મફત રસીકરણ કેમ્પ લગાવવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે ‘પોતાને આઈએસ ઓફિસર ગણાવતા વ્યક્તિએ મને આ કાર્યક્રમમાં સામેલ થવાની અપીલ કરી જેથી કરીને બીજા લોકો રસી મૂકાવવા માટે પ્રેરિત થાય. ત્યારબાદ હું ત્યાં ગઈ અને લોકોને પ્રોત્સાહિત કરવા માટે રસી મૂકાવી.’

મિમી ચક્રવર્તીએ જણાવ્યું કે કોરોના રસી મૂકાવ્યા બાદ જ્યારે મને કોઈ સંદેશો ન આવ્યો તો રસીકરણ સર્ટિફિકેટ અંગે સવાલ કર્યો. ત્યારબાદ મને જણાવવામાં આવ્યું કે તે આગામી ૩-૪ દિવસમાં મળી જશે. ત્યારે મને શક થયો. ત્યારબાદ મે રસીકરણ અટકાવ્યું અને પોલીસને જાણ કરી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.