Western Times News

Gujarati News

ગીર સોમનાથમાં બાળકને રૂ.૧૬ કરોડના ઇન્જેક્શન લગાવવા માટે માતા-પિતાએ મદદ માંગી

ગીરસોમનાથ: ગીર સોમનાથના અલીદર ગામના વિવાન નામના બાળકને સ્પાઇન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી હોવાનું નિદાન થયું છે. ત્યારે વિવાનના માતાપિતા ૧૬ કરોડના ખર્ચે માટે લોકોની મદદ લઈ રહ્યા છે.આ ઘટના ગીર સોમનાથ જિલ્લાના અલીદર ગામની છે. વિવાન નામનો અઢી મહિનાનો બાળક ગંભીર બીમારીથી પીડાઈ છે.
વિવાનને એસએમએ (સ્પાઈન મક્યુલર એટ્રોફી) નામની ગંભીર બીમારી છે.

કચ્છની ખાનગી કંપનીમાં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવનારા અશોકભાઇ વાઢેળને તેમના એકમાત્ર પુત્રની ચિંતા છે. અશોકભાઈના કહેવા મુજબ થોડા સમય પહેલા પોતાનો પુત્ર વિવાન બીમાર પડતા અને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને જૂનાગઢ ખાતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.જ્યાથી આ બાળક નો રિપોર્ટ ચેન્નઈ મોકલાયા બાદ માલુમ પડ્યું કે વિવાન સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની બીમારીથી પીડાય રહ્યો છે.જે બિમારી ધૈર્યરાજને પણ હતી

તેજ બીમારી વિવાન ને પણ થઈ છે. ભાગ્યેજ જાેવાં મળતી નામની બિમારીથી વિવાન ને બચાવવા ૧૬ કરોડ રૂપિયાનું ઈન્જેકશન આપવું પડશે.તેવું નિષ્ણાતો એ જણાવ્યું છે.કહેવાય છે કે બાળક તો ભગવાનનું સ્વરૂપ છે.અને છતાં બાળકોને પણ અસાધ્ય અને ગંભીર બીમારી કેવી રીતે લાગુ પડે છે તે જ સમજાતુ નથી.

વિવાનના પિતાનું નામ અશોક ભાઈ વાઢેળ છે. જે ગીર સોમનાથના આલીદર ગામે રહે છે. અશોકભાઈ કચ્છમાં એક ખાનગી કમ્પનીમાં જાેબ કરે છે. અને તેમને ૧૮ હજાર પગાર છે. જેમાં તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જાેકે વિવાનને જદ્બટ્ઠની બીમારીમા બચાવવા ૧૬ કરોડ રૂપિયા ક્યાંથી લાવવામાં તે સૌથી મોટો સવાલ છે. તેમની હિંમત તૂટી ગઈ છે.

સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી બાળકોમાં જાેવા મળતી અસાધ્ય બીમારી છે. આ બિમારીને કારણે બાળકોના સ્નાયુઓને નબળા પડે છે અને કરોડરજ્જુઓના સ્નાયુઓના હલનચલનમાં મુશ્કેલી ઉભી કરે છે.એસએમએને લીધે બાળકોના મગજમાં રહેલા કોષો અને તેમની કરોડરજ્જુની નસો ઢીલી(નબળી) પડવા લાગે છે. બાળકોનું મગજ સ્નાયુઓની ગતિને નિયંત્રિત કરતા સંકેતો મોકલવાનું બંધ કરે છે. સમય-ઉંમરની સાથે આ બિમારી વધતી જાય છે. જાેકે આજના આધુનિક જમાનામાં આ બિમારીની કેટલીક મર્યાદિત સારવાર ઉપલબ્ધ છે, જે બિમારીની વૃદ્ધિને અટકાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.