ICUમાં દાખલ ૫૦ વર્ષથી નાના દર્દીનાં વધુ મોત થયા
નવી દિલ્હી: એઈમ્સના એક અભ્યાસમાં ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. અભ્યાસ અનુસાર, કોરોનાને કારણે એઈમ્સના આઈસીયુમાં દાખલ થયેલા દર્દીઓમાં વૃદ્ધો કરતાં વધારે ૫૦ વર્ષથી ઓછી ઉંમરના દર્દીઓનાં મૃત્યુ થયા છે. એઈમ્સના આઈસીયુમાં ૨૪૭ દર્દીઓનાં મૃત્યુ થયા છે, જેમાં ૪૨.૧ ટકા મૃતકોની ઉંમર૧૮થી ૫૦ વર્ષ વચ્ચેની હતી. આઈસીયુમાં મૃત્યુ પામનારા દર્દીઓમાં એક અથવા એકથી વધારે કોમોર્બિડિટીઝ જાેવા મળી હતી. આ કોરોનાના પહેલા ફેઝનો અભ્યાસ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, આની પાછળ એક મુખ્ય કારણ એ છે કે ૫૦ વર્ષથી ઓછી ઉંમરના લોકો અન્ય કોઈ બીમારીનો શિકાર હોય છે, જેના કારણે તેમનામાં બીમારી સીવિયર થઈ જાય છે અને મૃત્યુનું જાેખમ વધી જાય છે.
એઈમ્સમાં આ અભ્યાસ ચાર એપ્રિલથી લઈને ૨૪ જુલાઈ ૨૦૨૦ દરમિયાન કરવામાં આવ્યો. કુલ ૬૫૪ દર્દીઓ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૨૨૭ એટલે કે ૩૭.૭ ટકાનાં મૃત્યુ થયા છે. સ્ટડીમાં ૬૫ ટકા પુરુષો હતા, મૃતકોની એવરેજ ઉંમર ૫૬ વર્ષ હતી. મૃતકોમાં સૌથી ઓછી ઉંમર ૧૮ વર્ષ અને વધારે ઉંમર ૯૭ વર્ષ નોંધાઈ હતી.
એઈમ્સ ટ્રોમા સેન્ટરના ચીફ ડોક્ટર રાજેશ મલ્હોત્રા જણાવે છે કે, અહીં ચોંકાવનારી બાબત એ છે કે ૫૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં મૃત્યુનો આંકડો વધારે છે. આ સ્ટડીમાં અમે જાેયું કે ૪૨.૧ ટકાની ઉંમર ૫૦ વર્ષથી ઓછી છે, જ્યારે ૫૧થી ૬૫ વર્ષ વચ્ચે ૩૪.૮ ટકા અને ૬૫ વર્ષથી ઉપર ૨૩.૧ ટકા છે.
ડોક્ટર મલ્હોત્રા જણાવે છે કે, આની પાછળ બે કારણ જવાબદાર હોઈ શકે. એક તો આપણા દેશમાં યુવાનોની સંખ્યા વધારે છે