Western Times News

Gujarati News

સત્તર વર્ષ અગાઉ થયેલા ખૂનનાં ગુનાની આરોપી મહીલા દિલ્હીથી ઝડપાઈ

તેનો પતિ દસ મહીના અગાઉ પકડાયો હતો ઃ બંને નામ બદલી રહેતા હતા

(પ્રતિનિધિ) અમદાવાદ, કડી તાલુકામાં સત્તર વર્ષ અગાઉ મંદીરમાં ચાર જણની હત્યા કરી ૧૦ લાખથી વધુની લુંટનો ચકચારી બનાવ બન્યો હતો. જેમાં દસેક મહીના અગાઉ એટીએસએ બે આરોપી પૈકી પતિને ઝડપી લીધો હતો જયારે આજે શહેર ક્રાઈમબ્રાંચે ખુનમાં સામેલ પત્નીને પણ દિલ્હીથી ઝડપી લીધી છે. આમ ચાર જણની હત્યામાં સામેલ બંને આરોપી સત્તર વર્ષ બાદ ઝડપાઈ ગયા છે.

આ ઘટના વર્ષ ર૦૦૪ના એપ્રિલ માસમાં કડી તાલુકાના ઉટવા ગામે આવેલા મહાકાળી માતાના મંદીરમાં બની હતી જેમાં એનઆરઆઈ સસરા તથા વહુ ઘટનાના છ માસ પહેલા અમેરીકાથી આવેાલ હતા. સસરા ચીમનભાઈ પટેલ મંદીરમાં ટ્રસ્ટી હતા અને પુજા પણ કરતા તેમના સિવાય સાધ્વી સજાતાનંદ પુર્ણાનંદ સરસ્વતી, બે સેવક મોહનભાઈ લુહાર તથા કરમણભાઈ રાવળીયા રહેતા હતા.

ત્રીજી એપ્રિલ ર૦૦૪ એ સવારે મહીલા મંદીરે આવતા પોતાના સસરા સહીત ચારેયની ગળા કપાયેલી લાશ જાેઈ હતી જયાંથી પતિ-પત્ની મહેન્દ્રસિંહ અને રાજકુમારી ઉપરાંત દસ લાખથી વધુના સોના-ચાંદીના દાગીના તથા અન્ય ચીજાે ગાયબ હતી પોલીસે આ ઘટનામાં હત્યા અને લુંટનો ગુનો નોંધીને બંનેની શોધ કરી હતી..

જાેકે બંને આરોપી ઘટના બાદ જયપુર, ઝાંસી, દિલ્હીમાં નામ બદલીને રહેતા હતા દસેક મહીના અગાઉ કોન્ટ્રાકટર તરીકે કામ કરતા મહેન્દ્ર ઉર્ફે ગોવિંદને એટીએસએ ઝડપી લીધો હતો જયારે ક્રાઈમબ્રાંચની ટીમે તેની પત્ની રાજકુમારી ઉર્ફે સરોજ ઉર્ફે ડીસ્કોને પણ ઝડપી લેતાં સમગ્ર કેસ ઉકેલાઈ ગયો છે બીજી તરફ પોલીસે આ બંને એ આવા બીજા ગુના કર્યા છે કે કેમ એ દિશામાં તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.