Western Times News

Gujarati News

ખેડૂત આંદોલનને સાત મહિના પૂરા,અમે અન્નદાતા સાથે ઉભા છીએ : રાહુલ ગાંધી

નવીદિલ્હી: કેન્દ્ર સરકાર તરફથી ગયા વર્ષે લાવવામાં આવેલ ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂતોનુ આંદોલન સતત ચાલુ છે. શનિવારે(૨૬ જૂન) ખેડૂતોના દિલ્લીના અલગ અલગ બૉર્ડર પર ધરણાને સાત મહિના પૂરા થઈ ગયા છે. આંદોલનના સાત મહિના થવા પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંદીએ ખેડૂતોને પોતાનુ સમર્થન આપ્યુ છે. રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરીને લખ્યુ છે, ‘સીધી-સીધી વાત છે – અમે સત્યાગ્રહી અન્નદાતાની સાથે છીએ.’

રાહુલ ગાંધી ગયા વર્ષથી જ સતત કેન્દ્રના નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલનરત ખેડૂતોનુ સમર્થન કરી રહ્યા છે અને સરકારને આ કાયદાઓને પાછા લેવાની અપીલ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ ઘણી વાર પ્રેસ કૉન્ફરન્સ અને સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યુ છે કે મોદી સરકારે ખેડૂતોની વાત સાંભળવી જાેઈએ. રાહુલ ગાંધીનુ કહેવુ છે કે સરકાર ખેડૂતોને નજરઅંદાજ કરવા કે જબરદસ્તી આંદોલન ખતમ કરાવવાની કોશિશ ના કરે, વાતચીત દ્વારા ઉકેલ પર પહોંચે.

તમને જણાવી દઈએ કે સરકાર ગયા વર્ષે જૂનમાં નવા ત્રણ કૃષિ કાયદા લઈને આવી હતી જેમાં સરકારી મંડીઓની બહાર ખરીદી, અનુબંધ ખેતીને મંજૂરી આપવા અને ઘણા અનાજાે અને દાળોની ભંડાર સીમા ખતમ કરવા જેવી જાેગવાઈઓ કરવામાં આવી છે. આના માટે ખેડૂત જૂન મહિનાથી સતત આંદોલનરત છે અને આ કાયદાઓને પાછા લેવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતોનુ આંદોલન જૂન, ૨૦૨૦થી નવેમ્બર સુધી મુખ્ય રીતે હરિયાણા અને પંજાબમાં ચાલી રહ્યુ હતુ.

સરકાર તરફથી પ્રદર્શન પર ધ્યાન ન આપવાની વાત કહીને ૨૬ નવેમ્બરે ખેડૂતોએ દિલ્લી માટે કૂચ કરી દીધી. ત્યારબાદ ૨૬ નવેમ્બર, ૨૦૨૦થી દેશભરના ખેડૂતો દિલ્લી અને હરિયાણાને જાેડતી સિંધુ બૉર્ડર, ટિકરી બૉર્ડર ગાજીપુર બૉર્ડર અને દિલ્લીની બીજી બૉર્ડર પર ધરણા આપી રહ્યા છે. દિલ્લીની બૉર્ડર પર ખેડૂતોના ધરણાને હવે સાત મહિના થઈ ચૂક્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.