Western Times News

Gujarati News

રાજ્યભરમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૧૨ કેસ

Files Photo

ગાંધીનગર, ગુજરાતમાં કોરોના તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. બીજી તરફ સરકાર વેક્સિનેશનના મોરચે પણ ખુબ જ ઝડપથી કામગીરી કરી રહી છે. રાજ્યમાં સાંજ સુધીમાં ૨,૪૦,૯૮૫ લોકોનું રસીકરણ માત્ર એક જ દિવસમાં થયું છે. તો બીજી તરફ કોરોનામાંથી સાજા થવાના દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે.

રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૩૩ ટકા સુધી પહોંચી ચુક્યો છે. રાજ્યમાં કોરોનાના નવા ૧૧૨ કેસ સામે આવ્યા છે. ૩૦૫ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૦૯,૫૦૬ દર્દીઓએ ગુજરાતમાં કોરોનાને મ્હાત આપી છે.

જાે એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૩૬૮૭ કેસ એક્ટિવ છે. જે પૈકી ૨૧ વેન્ટિલેટર પર છે. ૩૬૬૬ લોકો સ્ટેબલ છે. ૮૦૯૫૦૬ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. ૧૦૦૫૧ લોકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે ભાવનગરમાં ૧,વડોદરામાં ૧ અને અમદાવાદ કોર્પોરેશનમાં એક -એક દર્દીનાં મોત નિપજ્યાં છે.

જાે રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૧૪૪ ને પ્રથમ અને ૯૦૯૭ વર્કર્સને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના લોકો પૈકી ૩૫૫૬૪ ને પ્રથમ ડોઝ અને ૪૭૩૬૨ લોકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૧૪૧૭૯૧ લોકોને પ્રથમ અને ૭૦૨૭ લોકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.