સોમવારની વહેલી સવારે લેહમાં ભૂકંપના આંચકા
નવી દિલ્હી: જૂન મહિનામાં લેહમાં ૪ વાર ધરતી ધ્રૂજી છે. અહીં ભૂકંપના ઝટકા સતત આવતા રહે છે. આજે વહેલી સવારે ૬.૧૦ મિનિટે ૪.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. પરંતુ જાનમાલની હાનિના કોઈ સમાચાર નથીય આ પહેલા ૧૭ જૂને પણ ૪.૬નો ભૂકંપ આવ્યા હતો. ૬ જૂને જે ભૂકંપ આવ્યો હતો તેની તીવ્રતા ૨.૫ની માપવામાં આવી હતી. આ સિવાય પહેલા ડોડામાં પણ ભૂકંપના સામાન્ય ઝટકા અનુભવાયા જેની તીવ્રતા ૩.૧ની મપાઈ છે. ૨૨મેની બપોરે ૧.૨૯ મિનિટે જમ્મૂ કાશ્મીરમાં સામાન્ય ઝટકા અનુભવાયા હતા.
રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૩ની હતી અને તેનું કેન્દ્ર કાશ્મીરના કટડાથી ઉત્તર પૂર્વમાં ૯૩ કિમી દૂર હતું. ૨૧મેન પોજ પણ અહીં ૪.૨નો ભૂકંપ આવ્યો હતો. ૧૯મેના રોજ ડોડામાં ૩.૨નો ભૂકંપ અનુભવાયો હતો. તો પહેલાના વર્ષમાં ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં ભૂંકપના ઝટકા અનુભવાયા હતા.
તેમનું કહેવું છે કે લદ્દાખ અને જમ્મૂ કાશ્મીરમાં આવી રહેલા ભૂકંપનું કેન્દ્ર લગાતાર લદ્દાખમાં બની રહ્યો છે. કોઈ મોટો ઝટકો આવ્યો તો નુકસાનની સંભાવના છે. જમ્મૂના ડોડા, ભદ્વવાહ, કિશ્તવાડમાં ભૂકંપને લઈને સંવેદનશીલ છે. તેમનું કહેવું છે કે આ ચિંતાનો વિષય છે અને અનેક મોટા ઝટકા આવવાની શક્યતા ઓછી છે. પરંતુ સતત આવી રહેવા નાના ઝટકા પણ ખતરો વધારી શકે છે.