Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં નવા કોરોનાના ૯૬ કેસ આવ્યા

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. બીજી તરફ સરકાર વેક્સિનેશનના મોરચે પણ ખુબ જ ઝડપથી કામગીરી કરી રહી છે. રાજ્યમાં સાંજ સુધીમાં ૨,૪૯,૧૨૫ લોકોનું રસીકરણ માત્ર એક જ દિવસમાં થયું છે. તો બીજી તરફ કોરોનામાંથી સાજા થવાના દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૩૬ ટકા સુધી પહોંચી ચુક્યો છે.

રાજ્યમાં કોરોનાના નવા ૯૬ કેસ સામે આવ્યા છે. ૩૧૫ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૦૯,૮૨૧ દર્દીઓએ ગુજરાતમાં કોરોનાને મ્હાત આપી છે. જાે એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૩૪૬૫ કેસ એક્ટિવ છે. જે પૈકી ૧૪ વેન્ટિલેટર પર છે. ૩,૪૫૧ લોકો સ્ટેબલ છે.

૮,૦૯,૮૨૧ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. ૧૦,૦૫૪ લોકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં ૧, છોટાઉદેપુરમાં ૧ અને તાપીમાં ૧ એમ કુલ ૩ દર્દીનાં મોત નિપજ્યાં છે. જાે રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૧૭૭ ને પ્રથમ અને ૯૩૫૮ વર્કર્સને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.

૪૫ વર્ષથી વધારેની ઉંમરના લોકો પૈકી ૪૧,૧૪૮ ને પ્રથમ ડોઝ અને ૫૪,૧૯૭ લોકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૧,૩૮,૭૪૦ લોકોને પ્રથમ અને ૫,૫૦૫ લોકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.