Western Times News

Gujarati News

પોલિસે સ્પીડ ગન તો વસાવી પણ કારની ગતિ કેટલી છે તે જાણી શકાતું નથી

સ્પીડ ગનથી ઓગષ્ટ માસમાં પોલીસે ઓવર સ્પીડના માત્ર ૧૧૭ કેસો જ કર્યા!!
અમદાવાદ, શહેરમાં ટ્રાફિક સમસ્યા માથાનો દુઃખાવો સમાન બની રહી છે. જેથી અકસ્માતોનું પ્રમાણ પણ દિનબદિન વધી રહ્યુ છે. ટ્રાફિક પોલીસને પ લાખ કરતા વધુની કિંમતની સ્પીડ ગન આપવામાં આવી છે. ઓવર સ્પીડમાં જતાં વાહનચાલકોને દંડ કરવા સ્પીડ ગનનો ઉપયોગ થઈ રહ્યો છે. ગત ઓગષ્ટ માસમાં પોલીસે સ્પીડ ગનથી માત્ર ૧૧૭ કેસો કરીને સંતોષ માન્યો હતો.

ફરીથી ર૦૧૯માં સ્પીડ ગનનો ઉપયોગ ટ્રાફિક પોલીસ કરતી થઈ છે. રાત્રે ૧ થી પ ના સમય દરમ્યાન શહેરના અંદર રસ્તાઓ અને હાઈવે પર બેફામ રીતે કારચાલકો નીકળતા હોય છે. આ સમય દરમ્યાન પોલીસ માત્ર ચેકીંગના બહાને કારને રોકે છે. બાકી કારની ગતિ કેટલી છે તે સ્પીડગનથી જાણી શકાતું નથી.

એસ જી હાઈવે, સી જી રોડ, સેટેેલાઈટ સહિતના વિસ્તારોમાં બાઈકો અને ગાડીઓ ઓવર સ્પીડમાં હંકારતા હોય છે. જેથી અકસ્માતના બનાવોનું પ્રમાણ પણ વધી રહ્યુ છે. ત્યારે ગત ઓગષ્ટ માસમાં પોલીસે સ્પીડ ગનથી માત્ર ૧૧૭ વાહનચાલકોને દંડ કરીને રૂ.૪૭ હજારનો દંડ વસુલીને સંતોષ માન્યો છે.

ઉલ્લેખનીય છે કે ઓવર સ્પીડ પર કંટ્રોલ કરવા માટે શહેર પોલીસને સ્પીડ ગન આપવામાં આવી છે. આ સ્પીડ ગનનો પ્રોજેક્ટ ર૦૧૪માં અમલી કરાયો હતો. ર૦૧૮માં ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પણ ટ્રાફિક પોલીસને ટ્રેનિંગ આપવામાં આવી તેમ છતાં પોલીસને ગનનો ઉપયોગ કરવામાં સમસ્યા થતી હતી તેથી ૧ માસ સુધી ચાલુ રાખ્યા બાદ ગનનો ઉપયોગ કરવાનું ટાળ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.