Western Times News

Gujarati News

ટિ્‌વટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનીષ મહેશ્વરી સામે કેસ નોંધાયો

નવીદિલ્હી: ભારતમાં માઇક્રો બ્લોગિંગ સાઇટ ટિ્‌વટરની મનસ્વીતા દિવસેને દિવસે વધી રહી છે. હવે ટિ્‌વટર દ્વારા હવે દેશના નકશા સાથે ચેડા કરવામાં આવ્યા છે. નવા આઇટી રેગ્યુલેશન્સને લઈને અત્યાર સુધી કેન્દ્ર સરકાર અને ટિ્‌વટર વચ્ચે ઝઘડો થયો છે. આ દરમિયાન, ટિ્‌વટર દ્વારા પોતાની વેબસાઇટ પર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતના નકશા પરથી હટાવ્યા છે અને એક અલગ દેશ તરીકે બતાવવામાં આવ્યા છે. જાેકે વિવાદ વધતા જ ટિ્‌વટરે આ ભૂલ સુધારી દીધી છે, તેમ છતાં તેની મુશ્કેલી વધી છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ બતાવવા બદલ ટિ્‌વટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનીષ મહેશ્વરી સામે કેસ નોંધવામાં આવ્યો છે.

ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનીષ મહેશ્વરી સામે ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ બજરંગ દળના નેતાએ આપેલી ફરિયાદ બાદ સામે આવ્યો છે. જેના માટે પોલીસે ભારતનો ખોટો નકશો બતાવવા બદલ મનીષ મહેશ્વરી સામે આઈપીસીની કલમ ૫૦૫ (૨) અને આઈટી (સુધારો) અધિનિયમ ૨૦૦૮ ની કલમ ૭૪ હેઠળ ગુનો નોંધ્યો છે.

ભારતના નકશામાં તેની વેબસાઇટ પર ટિ્‌વટર દ્વારા બતાવવામાં આવ્યું છે કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ દેશ તરીકે બતાવવામાં આવ્યા છે. જે સંદર્ભે ભારત તરફથી બાજુએ વાંધા દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે નવા આઈટી નિયમોને લઈને ટિ્‌વટર અને કેન્દ્ર સરકાર વચ્ચે પહેલેથી જ ઝગડો ચાલી રહ્યો છે, ત્યારે આ માઇક્રો બ્લોગિંગ સાઇટ દ્વારા તેને એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. પરંતુ ટિ્‌વટરના આ પગલાથી રસાકસી સર્જાઇ, તે પછી આ ભૂલ સુધારી અને નકશો હટાવ્યો.

નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે ટિ્‌વટર દ્વારા ભારતનો નકશો ખોટો બતાવવામાં આવ્યો હોય. આ પહેલા પણ, ટિ્‌વટર લદાખને ભારતના ભાગ રૂપે બતાવ્યું ન હતું, જાેકે પાછળથી માઇક્રો-બ્લોગિંગ સાઇટએ ભારતના વાંધા બાદ તેની ભૂલ સુધારી દીધી હતી. તે જ સમયે, આઇટી નિયમોના પાલનને લઈને કેન્દ્ર સરકાર અને ટિ્‌વટર વચ્ચે ખુલ્લું યુદ્ધ છે. તાજેતરમાં જ ટિ્‌વટર દ્વારા કેન્દ્રીય માહિતી ટેકનોલોજી પ્રધાન રવિશંકર પ્રસાદનું ખાતું અવરોધિત કરાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.