Western Times News

Gujarati News

ADNOC અને રિલાયન્સે રુવૈસના તા’ઝીઝ ખાતે વિશ્વ-સ્તરના કેમિકલ પ્રોજેક્ટ માટે વ્યુહાત્મક ભાગીદારી પર હસ્તાક્ષર કર્યા

આ પ્લાન્ટ્સ ક્લોર-આલ્કલી, ઇથાઇલિન ડાયક્લોરાઇડ અને પોલિવિનાઇલ ક્લોરાઇડનું ઉત્પાદન કરશે

નિકાસ અને સ્થાનિક ઉપયોગ માટેના આ ઉત્પાદનો યુએઈનો ઔદ્યોગિક વિકાસ વધારશે અને અત્યારે જેની આયાત કરવામાં આવે છે તેનું સ્થાન લેશે

મુંબઈ, અબુ ધાબી નેશનલ ઓઇલ કંપની (ADNOC)એ આજે જાહેરાત કરી છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (રિલાયન્સ) અબુ ધાબીના રુવૈસમાં આવેલા તા’ઝીઝ ખાતે ક્લોર-આલ્કલી, ઇથેલિન ડાયક્લોરાઇડ અને પોલિવિનાઇલ ક્લોરાઇડ (PVC)ના નવા વિશ્વ-સ્તરના ઉત્પાદન એકમ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારના કેન્દ્ર સ્થાને મહત્વના ઔદ્યોગિક કાચા માલની માગ છે અને ADNOC તથા રિલાયન્સની વૈશ્વિક ઔદ્યોગિક ગૃહ તથા ઊર્જા ક્ષેત્રના આગેવાન તરીકેની ક્ષમતાઓનો તેને લાભ મળશે.

આ કરાર ADNOCની 2030ની વ્યુહરચના સાથે સુસંગત હોવા ઉપરાંત ADNOCની યોજનાઓ તથા ઔદ્યોગિક વિકાસના આયોજનોની ગતિને વેગ આપશે. પેટ્રોકેમિકલ, રિફાઇનિંગ અને ગેસના અનેક પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યા છે અને તે અંતર્ગત અનેક પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં આવ્યા છે.

અનેક પ્રોજેક્ટ્સમાં અંદાજે 18 બિલિયન AEDથી વધુના મૂડીરોકાણ સાથે રુવૈસ ખાતે આવેલા વિશ્વ-કક્ષાના કેમિકલ્સ ઉત્પાદન હબ અને ઇન્ડસ્ટ્રિયલ ઇકોસિસ્ટમ ધરાવતા તા’ઝીઝના વિકાસ પર ADNOC ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. વર્ષ 2018થી ADNOC રિફાઇનિંગ, ફર્ટિલાઇઝર અને ગેસ પાઇપલાઇન્સ સહિતના બિઝનેસમાં આંતરરાષ્ટ્રીય ભાગીદારો પાસેથી સીધું વિદેશી મૂડીરોકાણ મેળવી રહ્યું છે.

આ કરાર મુજબ, તા’ઝીઝ અને રિલાયન્સ સાથે મળીને એક સંકલિત પ્લાન્ટ તૈયાર કરશે, જે વર્ષે 940 હજાર ટન ક્લોર-આલ્કલી, 1.1 મિલિયન ટન ઇથેલિન ડાયક્લોરાઇડ અને 360 હજાર ટન પીવીસીનું ઉત્પાદન કરશે.

યુએઇના ઉદ્યોગ તથા એડ્વાન્સ ટેક્નોલોજી પ્રધાન અને ADNCOના મેનેજિંગ ડિરેક્ટર તથા ગ્રૂપ સીઇઓ હીસ એક્સલન્સી ડો. સુલતાન અહેમદ અલ જાબેરે કહ્યું હતું કે: “અમે રિલાયન્સની ક્ષમતાના રોકાણકારને ADNOC અને ADQ સાથે ભાગીદારીમાં આકર્ષવા બદલ આનંદ અનુભવીએ છીએ, જે તા’ઝીઝ ખાતે વિકાસને વેગ આપશે. આ કરાર એક સીમાચિન્હ છે, કારણ કે આપણે વિશ્વસ્તરે સ્પર્ધાત્મક ઔદ્યોગિક ઇકોસિસ્ટમ તરીકે અને રોકાણ માટે અત્યંત આકર્ષક મૂલ્યના સમીકરણો તરીકે વિકાસ પામી રહ્યા છીએ.”

“આપણી 2030 વ્યુહરચના સાથે સુસંગત, આગામી પેઢીના સ્થાનિક ઉદ્યોગ માટે તા’ઝીઝની સમગ્ર ઇકોસિસ્ટમમાં વિકાસની અનેક તકોનું સર્જન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મહત્વના ઔદ્યોગિક કાચા માલનું સ્થાનિક સ્તરે ઉત્પાદન આપણી સપ્લાય ચેઇનને મજબૂત બનાવશે, સ્થાનિક ખપતને અને યુએઈના ઔદ્યોગિક રૂપાંતરણને પણ વેગ આપશે.”

આ પહેલને આવકારતાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, શ્રી મુકેશ ડી. અંબાણીએ કહ્યું કે: રુવૈસમાં તા’ઝીઝ ખાતે વિશ્વ-કક્ષાનો કેમિકલ પ્રોજેક્ટ તૈયાર કરવાના પ્રોજેક્ટ માટે વ્યુહાત્મક ભાગીદારી કરતાં અમે રિલાયન્સ ખાતે ઉત્સાહિત છીએ. આ અગત્યનું સીમાચિન્હ ADNCO સાથેના આપણા લાંબાગાળાના સંબંધને આગળ વધારશે, અને તે યુએઈના પરિપક્વ નેતૃત્વની વૈશ્વિક દૃષ્ટિ પર અમારા વિશ્વાસને પુષ્ટિ આપે છે.

આ કરાક ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે મૂલ્ય વૃદ્ધિમાં ભારત-યુએઈના સહયોગને આગળ વધારવાની પ્રચંડ સંભાવનાની પણ સાક્ષી પૂરે છે. આ પ્રોજેક્ટમાં ઉત્પાદન થનારું ઇથેલિન ડાયક્લોરાઇડ ભારતમાં પીવીસીના ઉત્પાદનમાં મહત્વનું પરિબળ બનશે. રિલાયન્સના કામકાજના આંતરરાષ્ટ્રીયકરણ માટે આ મહત્વનું પગલું છે, અને આ ક્ષેત્ર માટે મહત્વના પ્રોજેક્ટમાં ADNOC સાથે ભાગીદારી કરતાં અમે ગર્વ અનુભવીએ છીએ.”

ક્લોર-આલ્કલી વોટર ટ્રિટમેન્ટમાં ઉપયોગમાં લેવાય છે અને ટેક્સ્ટાઇલ તથા મેટલ્સના ઉત્પાદન માટે પણ અગત્યનું છે. ઇથેલિન ડાયક્લોરાઇડ પરંપરાગત રીતે પીવીસીના ઉત્પાદનમાં વપરાય છે. પીવીસી મોટાપાયે હાઉસિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્ઝ્યુમર ગુડ્સ ક્ષેત્રે ઉપયોગમાં લેવાય છે. એશિયા અને આફ્રિકામાં સતત વધતી માગના કારણે આ કેમિકલ્સના બજારમાં સ્થિર વિકાસની સંભાવનાઓ પ્રવર્તે છે.

આ કેમિકલ્સનું ઉત્પાદન યુએઈમાં સ્થાનિક ઉદ્યોગોને પહેલીવાર કાચો માલ મેળવવા માટેની તક ઊભી કરશે, જેનાથી સ્થાનિક સ્તરે અનેક તકોનું સર્જન થશે. ઉદાહરણ તરીકે, ક્લોર-આલ્કલીથી કોસ્ટિક સોડાનું ઉત્પાદન થઈ શકશે, જે એલ્યુમિનિયમના ઉત્પાદન માટે મહત્વનું છે. ઇથેલિન ડાયક્લોરાઇડ અને પીવીસી હાઉસિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા કન્ઝ્યુમર ગુડ્સના ક્ષેત્રે અનેક ઉપયોગ ધરાવે છે.

નવેમ્બર 2020માં શરૂ થયા બાદ તા’ઝીઝે મહત્વનો વિકાસ સાધ્યો છે. આ સાઇટ પર વિકાસ પ્રવૃત્તિ ઝડપથી આગળ વધી છે, જેમાં લેન્ડ અને મરીન સર્વેનું કામ પૂર્ણ થઈ ગયું છે. સમગ્ર ઇકોસિસ્ટમ અને વેલ્યૂ ચેઇનમાં રહેલી તકોમાં મૂડીરોકાણ કરવા માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોએ નોંધપાત્ર રીતે રસ દાખવ્યો છે અને પ્રથમ તબક્કાના કરારો પૂર્ણ થવાના આરે છે.

તા’ઝીઝ સાઇટના વિકાસના પ્રથમ તબક્કા માટે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યા છે, અને કામકાજ શરૂ પણ થઈ ગયું છે. તેમાં જિયોટેક્નિકલ અને ટોપોગ્રાફિકલ સર્વે, મરીન બેથીમેટ્રિક સર્વે, હેલ્થ, સેફ્ટી અને એન્વાયરમેન્ટની અસરો સહિતની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આ સર્વે સિવિલ એન્જિયરિંગ શરૂ કરવામાં મદદરૂપ થશે, જેનાથી તા’ઝીઝ સાઇટના બાંધકામની તૈયારીઓ શરૂ કરવા સાથે નવા પોર્ટની સુવિધા ઊભી કરવાની કામગીરી ઝડપી બનશે.

સાત તા’ઝીઝ કેમિકલ્સ ડેરિવેટિવ્ઝ પ્રોજેક્ટ્સની પ્રારંભિક ડિઝાઇન તૈયાર કરવાના ટેન્ડર્સ આપી દેવામાં આવ્યા છે અને કામ શરૂ પણ થઈ ગયું છે. પ્રોજેક્ટ માટેના રોકાણના અંતિમ નિર્ણયો અને ઇપીસી કોન્ટ્રાક્ટ સંબંધિત નિર્ણયો 2022 સુધીમાં આપવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.