Western Times News

Gujarati News

ત્રણ અલગ અલગ દરોડામાં લાખોનો વિદેશી દારૂ ઝડપાયો

પ્રતિકાત્મક

રાજકોટ, રાજકોટ શહેર પોલીસ દ્વારા જુદી-જુદી ત્રણ જગ્યાએ દરોડો પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ત્રણેય દરોડામાં કુલ પાંચ જેટલા આરોપીઓની સંડોવણી હોવાનું ખુલ્યું છે. જે પૈકી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

રાજકોટ શહેર એરપોર્ટ પોલીસ દ્વારા બેટી નદીના પુલ પરથી બે જેટલા વ્યક્તિઓને ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના મોટા જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. વાતચીતમાં એરપોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જીએમ હડીયાએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, હું તથા મારો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, અમદાવાદ-રાજકોટ હાઇવે પર આવેલા બેટી નદીના પુલ પરથી હરિયાણા પાસિંગનીનો એક ટ્રક દારૂના જથ્થા સાથે પસાર થવાનો છે.

તે બાતમીના આધારે હું અને મારી ટીમ અગાઉથી જ વોચમાં ગોઠવાયેલી હતી જે દરમિયાન હરિયાણા પાર્સિંગનો ટ્રક ત્યાંથી પસાર થતા તેને રોકવામાં આવ્યો હતો. ત્યારબાદ ટ્રકમાં તપાસતા મકાઇના ભૂટ્ટાની આડમાં રોયલ ચેલેન્જ તેમજ નાઈટ બ્લુ નામની બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.