Western Times News

Gujarati News

અમિત શાહ ૧૧-૧રમી એ શહેરમાં ભગવાન જગન્નાથજીના દર્શને જશે

ગાંધીનગર મતક્ષેત્રમાં જાહેર કાર્યક્રમની તૈયારી

(એજન્સી) અમદાવાદ, ગૃહમંત્રી અમિત શાહ આગામી તા.૧૧ અને ૧રમી જુલાઈના રોજ અમદાવાદ આવી રહ્યા છે. બે દિવસના રોકાણ દરમ્યાન તેઓ જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજીના મંદિરે અષાઢી બીજે દર્શન કરવા જશે. તેઓ દર વર્ષે અષાઢી બીજે રથયાત્રા, પૂર્વેે સવારે થતી મંગળા આરતીમાં પરિવારસહ દર્શન કરવા ઉપસ્થિત રહે છે.

ગત વર્ષે કોરોનાને કારણે હાઈકોર્ટે રથયાત્રા સામે મનાઈ ફરમાવી હતી. દર વર્ષે અષાઢી બીજની વહેલી સવારેે જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં ઉપસ્થિત રહેતા અમિત શાહ ગત વર્ષે આવી શક્યતા નહોતા. આ વર્ષે ૧રમી જુલાઈએ અષાઢી બીજે અમદાવાદ સહિત ગુજરાતભરમાં રથયાત્રના નગરચર્યા સંદર્ભે હજી સરકાર તરફથી કોઈ જ નિર્ણય લેવાયો નથી. જાે કે હાલમાં કોરોનાના કેસો સાવ ઘટી રહ્યા છેે અને વેક્સિનેશન કવરેજ પણ વધી રહ્યુ છે.

આ સંજાેગોમાં વધુ ભીડ એકત્ર ન થાય એ ઉદ્‌શ્યથી મર્યાદિત સંખ્યા સાથે કડક પ્રતિબંધો વચ્ચે અથવા તો અષાઢી બીજના દિવસે સંપૂર્ણ કર્ફયુ વચ્ચે રથયાત્રા યોજવા સંદર્ભે આગામી ૧૦ દિવસમાં સરકાર નિર્ણય કરશે.

ગત સપ્તાહે ત્રણ દિવસની મુલાકાત વખતે અમિત શાહે ભાજપ સંગઠન અને સરકારની કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી. આગામી મુલાકાતમાં ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં વિકાસના કામોના લોકાર્પણ, ખાતમુહુર્ત કરવા માટે જાહર કાર્યક્રમ યોજવા સ્થાનિક વહીવટી તંત્રએ તૈયારી આદરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.