Western Times News

Gujarati News

બ્રુનેઈમાં લોકો ઘર પર પત્નીની તસવીર લગાવે છે

બ્રુનેઈ: ૨૦૦૮માં આવેલ એક રિપોર્ટ અનુસાર તેમની સંપત્તિ ૧૩૬૩ અરબ રૂપિયા બતાવી હતી. તેમને ગાડીઓનો ખુબ શોખ હતો અને તેમની પાસે ૭૦૦૦ આપસાપ કાર છે. બ્રુનેઇ એક મુસ્લિમ દેશ છે જ્યાં આજે પણ મહિલાઓને વોટ આપવાનો અધિકાર નથી આપવામાં આવ્યો. ઇન્ડોનેશિયા પાસે આવેલા આ દેશમાં આજે પણ રાજતંત્ર ચાલે છે, એટલે કે રાજાનું જ શાસન ચાલે છે. અનેક દેશની જેમ બ્રુનઇ પણ અંગ્રેજાેનું ગુલામ રહી ચૂક્યું છે. જેને ૧ જાન્યુઆરી ૧૯૮૪ના રોજ સ્વતંત્રતા મળી હતી. બ્રુનેઇ એક એવો દેશ છે

જ્યાં દરેક ઘર પર પત્નીની તસવીર લગાવવો એક રિવાજ છે. કેટલાક ઘરમાં તો એક કરતા વધારે પત્નીઓની તસવીર જાેઇ શકાય છે. તે સિવાય અહીં દિવાલ પર સુલ્તાનની તસવીર પણ જાેવા મળે છે. બ્રુનેઇના સુલ્તાનને દુનિયાના સૌથી અમીર રાજાઓમાં ગણવામાં આવે છે. વર્ષ ૨૦૦૮માં આવેલી એક રિપોર્ટ અનુસાર તેમની સંપત્તિ ૧૩૬૩ અરબ રુપિયા બતાવવામાં આવી હતી. તેમને ગાડીઓનો ખુબ શોખ છે અને તેમની પાસે લગભગ ૭૦૦૦ કાર છે. તેમની પોતાની કાર સોનાથી મઢેલી છે. તે જે મહેલમાં રહે છે તેને દુનિયાનો સૌથી મોટો આવાસીય મહેલ માનવામાં આવે છે જેમાં ૧૭૦૦થી પણ વધારે રુમ છે. આ દેશમાં સાર્વજનિક સ્થળો પર દારૂ પીવા પર પ્રતિબંધ છે.

માત્ર આટલું જ નહી લોકો રસ્તા પર ચાલતા ચાલતા ખાવા પીવાનું પણ યોગ્ય માનતા નથી. સૌથી મોટી વાત છે કે અહીંના લોકો ફાસ્ટ ફૂડ ખાવાનું બહુ પસંદ કરતા નથી. આ જ કારણ છે કતે અહીં મેકડૉનલ્ડ જેવા રેસ્ટોરન્ટ્‌સ ખુબ ઓછા જાેવા મળે છે. એવું કહેવામાં આવે છ કે બ્રુનેઇમાં જેટલા ઘર છે તેનાથી વધારે લોકો પાસે ગાડીઓ છે. એક રિપોર્ટ અનુસાર અહીં પ્રતિ એક હજાર લોકો વચ્ચે ૭૦૦ ગાડીઓ છે,. અહી વધારે કાર હોવાનુ કારણ છે કે અહી પેટ્રોલની કિંમત ખુબ ઓછી છે અને અહી લોકો પરિવહનના પૈસા પણ ખુબ ઓછા આપવા પડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.