Western Times News

Gujarati News

ડૉકટર્સ ડે પહેલા પત્ની પછી પતિએ જીવન ટૂંકાવ્યું,પતિએ કોલ કટ કરી દેતા પત્નીએ ગળે ફાંસો ખાધો

Files Photo

પુણે: પુણેમાં નવવિવાહિત ડૉકટર દંપતીએ ગુરૂવારે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી છે. ડૉ. નિખિલ અને ડૉ. અંકિતાના શબ ગુરૂવારે સવારે એમના ઘરેથી મળી આવ્યા હતા. આ બંને દંપતીએ ઘરેલુ ઝઘડાના પરિણામે સુસાઈડ કરી હોવાની વાત પ્રાથમિક તપાસમાં સામે આવી રહી છે. જાેકે પોલીસ અન્ય એન્ગલથી પણ ઘટનાની તપાસ કરી રહી છે.

પોલીસે જણાવ્યું હતું કે અંકિતા બીએચએમએસ ડૉકટર અને નિખિલ બીએએમએસ ડૉકટર હતા. આ બંને વાનવડી વિસ્તારના આઝાદ નગરના એક બંગલામાં રહેતા હતા. પોલીસે દંપતીના શબને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધા છે. અત્યારે તો આ કેસને એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (છડ્ઢઇ)માં દાખલ કર્યો છે. રિપોર્ટ આવ્યા પછી ઘટસ્ફોટ થશે.

વાનવાડી પોલીસ સ્ટેશન દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર, બંનેના કોલ રેકોર્ડની તપાસ કર્યા પછી સામે આવ્યું હતું કે સુસાઈડ પહેલા ડૉકટર દંપતી વચ્ચે કોઈ વાતને લઇને ઝઘડો થયો હતો. વાતચીત દરમિયાન નિખિલે ફોન કટ કરી દીધો હતો, તેથી અંકિતાએ ગુસ્સામાં આવીને પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો. ડૉ. નિખિલ જ્યારે સાંજે ઘરે આવ્યો ત્યારે અંકિતાનું શબ પંખાથી લટકેલો જાેવા મળ્યો હતો. આ સમગ્ર ઘટનાથી પતિ પણ માનસિકરૂપે તૂટી ગયો અને બીજા રૂમમાં જઇને આત્મહત્યા કરી લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.