Western Times News

Gujarati News

ફ્લાઈંગ કારની ટેસ્ટ રાઈડ બે શહેર વચ્ચે સફળતાથી યોજાઈ

બ્રાટિસલાવા, ટ્રાફિકથી છુટકારો મેળવવા માટે ફ્લાઈંગ કારનો વિચાર વર્ષોથી ચાલી રહ્યો છે. જાેકે તેને સાકાર કરવા સામે ટેકનિકલ પડકારો પણ ઘણા છે. આમ છતા કેટલીક કંપનીઓ તેના પર કામ કરી રહી છે અને હવે તેમાં સફળતા પણ મળી રહી છે. મળતી વિગતો પ્રમાણે ફ્લાઈંગ કારની પહેલી ટેસ્ટ ફ્લાઈટ બે શહેરો વચ્ચે સફળતાપૂર્વક યોજાઈ છે.

આ કારે સ્લોવાકિયામાં નાઈટ્રા અને બ્રાતિસ્લાવા નામના બે શહેરો વચ્ચે ઉડાન ભરી હતી. કારે બે શહેરો વચ્ચેનુ અંતર ૩૫ મિનિટમાં પૂરૂ કર્યુ હતુ. આ પરિક્ષણ કરનાર કંપની એરકારે કહ્યુ હતુ કે, લેન્ડિંગ બાદ એક જ બટન દબાવતાની સાથે આ કાર મિનિટની અંદર પ્લેનમાંથી સ્પોર્ટસકારમાં ફેરવાઈ ગઈ હતી.

કારમાં બીએમડબલ્યુનુ ૧૬૦ હોર્સપાવરનુ એન્જિન ફિટ કરાયુ છે. તેમાં ઉડાન ભરવા માટે એક ફિક્સ્ડ પ્રોપેલર અને બેલેસ્ટિક પેરેશૂટ પણ છે. કાર ૮૨૦૦ ફૂટની ઉંચાઈ પર ૧૦૦૦ કિમી સુધી ઉડવા માટે સક્ષમ છે. તે ૧૭૦ કિમીની ઝડપે ઉડી શકે છે અને અત્યાર સુધીમાં તેણે ૪૦ કલાક ઉડ્ડયન કર્યુ છે.

કારને વિમાનમાં બદલાતા માંડ ૨ મિનિટનો સમય લાગતો હોય છે. ફ્લાઈંગ કાર ચર્ચામાં છે. કારણકે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે ફ્લાઈંગ કાર ધનાઢ્ય વર્ગ માટે આદર્શ વિકલ્પ પૂરવાર થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.