Western Times News

Gujarati News

ચીન ૧૦૦ નવાં ઈંટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ સાઈલો બનાવી રહ્યું છે

બીજીંગ: દુનિયા પર પોતાનું પ્રભુત્વ બનાવવાની કોશિશનું સપનું જાેનાર ચીન હાલ પોતાની મિસાઈલ ક્ષમતામાં તેજીથી વધારો કરી રહ્યું છે. નવી સેટેલાઈટ તસવીરોમાં ખુલાસો થયો છે કે ચીન પોતાના ઉત્તરી-પશ્ચિમી શહેર યુમેન આસપાસના એક રણવિસ્તારમાં અંતરમહાદ્વીપીય બેલેસ્ટિક મિસાઈલો માટે ૧૦૦થી વધુ નવી સાઈલોસનું નિર્માણ કરી રહ્યું છે. સાઈલો સ્ટોરેજ કંટેનર હોય છે જેની અંદર લાંબી દૂરીની મિસાઈલો રાખવામાં આવે છે અને પછી હુમલો કરવામાં આવે છે. સાઈલોમાં રાખવામાં આવેલી મિસાઈલો વિશે દુશ્મનોને કોઈ જાણકારી નથી મળી શકતી અને આવી મિસાઈલો દુશ્મનો માટે બહુ ખતરનાક સાબિત થઈ શકે છે. અમેરિકી એક્સપર્ટ્‌સનું માનવું છે કે ચીન હવે અમેરિકાને ધ્યાનમાં રાખી તૈયારી કરી રહ્યું છે.

અંતરમહાદ્વીપીય બેલેસ્ટિક મિસાઈલ એટલે કે ઈ્‌ંટરકોન્ટિનેન્ટલ મિસાઈલની મારક ક્ષમતા વધુ હોય છે અને તે એક મહાદ્વીપથી બીજા મહાદ્વીપમાં ઉડાણ ભરવા અને હુમલો કરવામાં સક્ષમ હોય છે. આમાં બેલેસ્ટિક મિસાઈલો પોતાના પ્રક્ષેપણ સ્થળેથી ઉડાણ ભરી શકે છે અને અંતરિક્ષમાં યાત્રા કરતાં લક્ષ્યને સફળતાપૂર્વક ભેદી શકે છે. આ મિસાઈલો પારંપરિક અને પરમાણુ હથિયારોથી નિશાન સાધી શકે છે. ચીન પાસે  જેવી ઘાતક મિસાઈલો છે, જે અમેરિકા સુધી માર કરવામાં સક્ષમ છે.

ચીનની આ તૈયારીઓથી આશંકા જતાવાઈ રહી છે કે આગામી દિવસોમાં પોતાની મિસાઈલોને પોતાની મારક ક્ષમતા વધારી ચીન પોતાના દુશ્મનો પર વધુ હાવી થવાની કોશિશ કરશે અને સ્પષ્ટ રૂપે ચીનની આ હરકતથી ભારત પર દબાણ વધશે. ચીન પાસે કેટલીય ઘાતકી મિસાઈલો છે, જેણે અમેરિકાના ઠેકાણાઓને પણ ભેદવાની ક્ષમતા હાંસલ કરી છે. એક શીર્ષ અમેરિકી જનરલે માન્યું કે અમેરિકાની આસપાસ હજી પણ હવામાં ચીની મિસાઈલોને ઉડાવી દેવા માટે પર્યાપ્ત હવાઈ સુરક્ષા નથી.

અમેરિકી અખબાર ધી વૉશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ મુજબ કેલિફોર્નિયામાં જેમ્સ માર્ટિન સેંટર ફૉર નૉનપ્રોલિફરેશન સ્ટડીઝના સંશોધકોએ સેટેલાઈટ તસવીરોના આધારે ખુલાસો કર્યો છે કે ચીનના ગાંસુ પ્રાંતમાં સેંકડો વર્ગ માઈલમાં ફેલાયેલા રણ વિસ્તારમાં મિસાઈલ સાઈલો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. સંશોધકોનો આવા ૧૧૯ નિર્માણ સ્થળ મળ્યાં છે, જ્યાં ચીન પોતાની બેલેસ્ટિક મિસાઈલો લોન્ચ કરવા માટે નવી સુવિધાઓનું નિર્માણ કરી રહ્યું છે.

માનવામાં આવી રહ્યું છે કે જાે ૧૦૦થી વધુ મિસાઈલ સાઈલોનું નિર્માણ પૂરું થઈ જાય તો તેનાથી ચીનની પરમાણુ ક્ષમતા ઘણી વધી જશે. માનવામાં આવી રહ્યું છે કે ચીન પાસે ૨૫૦થી ૩૫૦ સુધીના પરમાણુ હથિયારોના ભંડાર છે. એવામાં ચીન આ સાઈલો રાખવા માટે વધુ મિસાઈલોનું નિર્માણ જરૂર કરશે. ચીન પહેલે જ ડિકૉય સાઈલો તેનાત કરી ચૂક્યું છે. જણાવી દઈએ કે શીત યુદ્ધ દરમિયાન અમેરિકાએ રશિયન જાસૂસોથી પોતાની મિસાઈલો છૂપાવવા માટે સાઈલોનું નિર્માણ શરૂ કર્યું હતું. આ કારણે અમેરિકી મિસાઈલ ઠેકાણે કેટલી પરમાણુ મિસાઈલ છે તે રશિયન સૈન્ય રણનીતિકાર નહોતા જાણી શક્યા. માટે રશિયાએ હુમલો કરવાનું જાેખમ ન ઉઠાવ્યું.

ચીનના પરમાણુ શસ્ત્રાગારના નિષ્ણાંત અને રિસર્ચ ટીમના પ્રમુખ સંશોધક જેફરી લુઈસે કહ્યું કે ચીન પણ અમેરિકાને જ રસ્તે ચાલી રહ્યું છે.
તેને ચીનના પરમાણુ હુમલાની જવાબી કાર્યવાહી માટે પણ બનાવવામાં આવ્યું છે. જણાવી દઈએ કે પરમાણુ હુમલો રોકવા માટે દરેક દેશ પોતાના હથિયાર અલગ રાખે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.