પાકિસ્તાનીઓને દેશની બહાર કાઢવાનો પ્રસ્તાવ રજુ કરો : ભાજપ પ્રવકતા
        ચંડીગઢ: હરિયાણા ભાજપના પ્રવકતા અને કરણી સેનાના અધ્ક્ષ સુરજપાલ અમુએ ગુડગાંવમાં આયોજીત એક મહાપંચાયતમાં વિવાદિત નિવેદન આપતા કહ્યું કે ભારત આપણી મા છે તો આપણે પાકિસ્તાનના બાપ છીએ અને પાકિસ્તાનીઓને દેશની બહાર કાઢવાનો પ્રસ્તાવ રજુ કરો આ મહાપંચાયતમાં ભાજપ નેતાએ બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન અને તેના પરિવારવાળાની વિરૂધ્ધ પણ બદજુબાની કરી જાે કે હરિયાણા ભાજપે સુરજપાલ અમુના નિવેદનથી કિનારો કર્યો છે.
ગુડગાંવના પટૌદી વિસ્તારમાં એક મહાપંચાયત બોલાવવામાં આવી હતી આ મહાપંચાયત ધર્મ પરિવર્તન,લવ જેહાદ અને જનસંખ્યા નિયંત્રણ કાનુન પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં હરિયાણા ભાજપના પ્રવકતા સુરજપાલ અમુએ વિવાદિત નિવેદન આપતા કહ્યું કે જાે ભારત આપણી મા છે તો આપણે પાકિસ્તાનના બાપ છીએ અને આપણે અહીં પાકિસ્તાનીઓને ભાડા પર પોતાનું મકાન આપીશું નહીં હવે પાકિસ્તાનીઓને દેશની બહાર કાઢવાનો પ્રસ્તાવ પાસ કરો ભાજપ પ્રવકતા અહીં જ અટકયા નહીં ભાજપ પ્રવકતા સુરજપાલે લોકોને સંબોધિત કરતા એ પણ કહ્યું
જાે દેશની અંદર ઇતિહાસ બનાવવા માંગો છો તો આપણે ઇતિહાસ બનવાનું નથી આપણે ઇતિહાસ બનાવાનો છે ના તૈમુર પેદા થશે ન ઔરંગજેબ બાબર અને હુમાયું પેદા થશે આપણે સો કરોડ છીએ અને તે ફકત વીસ કરોડ છે આ દરમિયાન અમુએ લોકોને મસ્જિદ તોડવા માટે પણ ઉશ્કેર્યા. ભાજપ નેતાએ કહ્યું કે મને ઉજ્જિનાના સુરજ પાલ સિંહની યાદ આવી રહી છે જેમણે પોતાના ગામની અંદર મસ્જિદ બનાવવા દીધી નહીં મને ખબર પડી કે ભોડાકલામાં વારંવાર રોકયા બાદ પણ મસ્જિદનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે આથી તેને હવે પાયામાંથી જ ખતમ કરી દે છે.
આ ઉપરાંત ભાજપ નેતા સુરજપાલે પટૌદી ઘરાનાના નવાબ સૈફ અલી ખાન અને તેમના પરિવારની વિરૂધ્ધ નિવેદન આપ્યું ભાજપ નેતાએ કહયું કે પટૌદીમાં લવ જેહાદ છે અને તૈમુરને જન્મ આપનાર પણ પટૌદી છે આ લવ જેહાદ શર્મિલા ટાગોરના જમાનાથી થતું આવી રહ્યું છે અને તેના બીજ પટૌદીમાં જ રોપ્યા છે.
