Western Times News

Gujarati News

દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારોઃસરકાર મૌન બેઠી છે.

Files Photo

નવીદિલ્હી: દેશમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો થયો છે. આજે સતત બીજા દિવસે પેટ્રોલનાં ભાવમાં વધારો જાેવા મળી રહ્યો છે. પેટ્રોલનાં ભાવમાં આજે વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ ૩૫ પૈસા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. જાે કે ડીઝલનાં ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ લિટર દીઠ ૧૦૦ રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં વધારા પછી હવે ભાવ પ્રતિ લિટર ૯૯.૮૬ રૂપિયા થઈ ગયા છે. વળી દિલ્હીમાં ડીઝલની કિંમત ૮૯.૩૬ રૂપિયા પ્રતિ લિટર છે. રાજસ્થાનનાં શ્રી ગંગાનગરમાં પેટ્રોલનો ભાવ આજે લિટર દીઠ ૧૧૧ રૂપિયાને પાર કરી ગયો છે. ત્યારે હવે આ મોંઘવારીએ લોકોનું બઝેટ પૂરી રીતે હલાવી દીધુ છે.

આપને જણાવી દઇએ કે, દેશમાં છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો નોંધાઇ રહ્યો છે. મોંઘવારીનાં સાપે લોકોને એવો ડંખખ માર્યો છે કે હવે સામાન્ય જનતા ૨૦૧૪ પહેલા જે વિપક્ષ મોટા મોટા દાવા કરીને સત્તા સુધી પહોંચી ગયુ તેને યાદ કરે છે. ‘બહોત હુઇ જનતા પર પેટ્રોલ-ડીઝલ કી માર, અબકી બાર મોદી સરકાર’, આ સ્લોગન સાથે આવેલી મોદી સરકારનાં રાજમાં આજેે પેટ્રોલ અને ડીઝલનો ભાવ આસમાને પહોંચી ગયો છે. ૨૦૧૪ પહેલા જે નેતાઓ પેટ્રોલ અને ડીઝલનાં સામાન્ય ભાવ વધારાથી રસ્તા પર આવીનેે પ્રદર્શન કરતા હતા, ધરણા કરતા હતા, આજે તેમના હાથમાં સત્તા છે, તેમ છતા તેઓ મૌન ધારણ કરીને સામાન્ય જનતાને મોંઘવારીની માર સહન કરવા મજબૂર કરી દીધા છે. કોરોના વાયરસનાં સંક્રમણનાં કારણે, એક વર્ષમાં ૬ મહિનાથી વધુ સમય માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, જે સમયે લોકોની રોજગાર છીનવી લીધી હતી, જ્યારે ઉદ્યોગપતિઓની હાલત નબળી પડી હતી.

આવી સ્થિતિમાં દિલ્હી-એનસીઆર સહિત દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની જંગી રીતે વધી રહેલી કિંમતોએ કરોડો લોકો પર ડબલ હુમલો કર્યો છે. એક તરફ રોજગાર નથી અને બીજી તરફ મોંઘવારી વધી રહી છે. દિલ્હી-એનસીઆરમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ૧૦૦ રૂપિયા સુધી પહોંચવા આવ્યો છે. હવે તો સામાન્ય જનતાને પેટ્રોલ પંપ પર ચાલતકા આંકડા પણ ડરાવી રહ્યા છે. સોમવારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો કર્યો હતો, જેના કારણે દિલ્હીમાં પેટ્રોલ ૯૯.૮૬ રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર ૮૯.૩૬ રૂપિયા પહોંચી ગયુ છે.

દેશભરની સરકારી ઓઇલ કંપનીઓએ ગઈકાલે (રવિવારે) એટલે કે ૦૪ જુલાઇએ પેટ્રોલનાં ભાવમાં ૩૫ પૈસા વધારો કર્યો હતો, જ્યારે ડીઝલ ૧૮ પૈસા પ્રતિ લિટર મોંઘુ થયું હતું. વળી અગાઉ ૨ જુલાઈએ પેટ્રોલનાં દરમાં પ્રતિ લિટર ૩૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે ડીઝલનાં દર સ્થિર હતા. આપને જણાવી દઈએ કે, છેલ્લા બે મહિનામાં પેટ્રોલની કિંમતમાં ૩૪ ગણો અને ડીઝલનાં ભાવમાં ૩૩ ગણો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.