Western Times News

Gujarati News

અમદાવાદ ઈડીની ઓફિસમાં ચાલતા તમામ કેસની તપાસ પર દિલ્હીથી વૉચ

(એજન્સી) અમદાવાદ, ઈડીની ઓફિસમાં ચાલતા તમામ કેસ પર દિલ્હીથી વૉચ રાખવાનું શરૂ કરી દેવાયુ છે. દશેભરમાં માત્ર અમદાવાદ ઈડીની અક માત્ર ઓફિસ એવી છે કે જયાં પાંચેક વર્ષના સમયગાળા દરમ્યાન બે વખત સીબીઆઈએ રેડી કરી છે. ઈડીના બે અધિકારી લાંચ કેસમાં ઝડપાતા તમામ કૌભાંડી અને લાંચિયા અધિકારીઓ એલર્ટ થઈ ગયા છે.

કોઈ મોટા કેસની તપાસના મુદ્દેે ચર્ચામાં રહેવા કરતા આંતરીક વિવાદને કારણે વધુ ચર્ચામાં રહેતી અમદાવાદ ઈડીની ઓફિસના ડેપ્યુટી ડાયરક્ટર પુર્ણકામસિંઘ તથા આસિસ્ટન્ટ ડાયરક્ટર ભૂવનેશકુમાર કપડવંજના વેપારી પાસેથી રૂા.પાંચ લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. જેને કારણે વધુ એક વખત અમદાવાદ ઈડીની ઓફિસ દેશભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

પાંચેક વર્ષ પહેલાં અમદાવાદ સ્થિત ઈડીની ઓફિસમાં દેશના સૌથી મોટા ક્રિકેટ સટ્ટા બેટીંગની તપાસ ચાલતી હતી. જેમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારત અને દુનિયાભરના મોટ બુકીઓની સીધી સંડોવણી હતી.

આ પ્રકરણની તપાસ દરમ્યાન તત્કાલીન અધિકારીઓ દ્વારા બુકીઓને બચાવી લેવા માટે લાખો રૂપિયાની લાંચ લેવાતી હતી. જે અંગે છેક કેન્દ્રીય ગૃહ તથા નાણાં મંત્રાલય સુધી ફરીયાદો પહોંચી હતી. જેને પગલ સીબીઆઈના અધિકારીઓએ અમદાવાદ ઈડીની ઓફિસમાં રેડ કરી હતી. અને ક્રિકેટ મેચના સટ્ટા પ્રકરણની તમામ ફાઈલો અને વિગતો કબજે લીધી હતી. સાથે સાથે તત્કાલીન અધિકારી જે.પી. સિંઘ અને અન્ય એક અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી.

આ પ્રકરણ બાદ બે દિવસ પહલાં જ અમદાવાદ ઈડીના ડેપ્યુટી ડાયરેક્ટર ભૂવનેશ કુમાર કપડવંજના વેપારી પાસેથી પાંચ લાખની લાંચ લતા સીબીઆઈના હાથે રંગે હાથે ઝડપાઈ ગયા છે. જેને પગલે અમદાવાદ ઈડીની ઓફિસમાં જેટલા પણ કેસની તપાસ ચાલી રહી છે એ તમામ પર દિલ્હીમાં વૉચ રાખવાનુૃ શરૂ કરી દેવાયુે છે.

સાથે સાથે હવે તમામ કેસમાં ડેવલપમેન્ટ છે તેની વિગતો પણ રોજેરોજ દિલ્હી મોકલવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે. સામાન્ય સંજાેગોમાં પણ મોટા પ્રકરણની તપાસ આ અંગે દિલ્હી અપડેટ આપવામાં આવતા હોય છેે. પરંતુ સીબીઆઈની રેડ બાદ અમદાવાદ ઈડી ઓફિસની તમામે તમામ વિગતો દિલ્હી મોકલવાની રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.