Western Times News

Gujarati News

ચારધામ યાત્રા યાત્રાળુઓ પર આધારીત છે, તેમના પર પ્રતિબંધ યોગ્ય નથી

નવીદિલ્હી: ઉત્તરાખંડ સરકારે ઉત્તરાખંડ હાઈકોર્ટના ચાર ધામ યાત્રા પર પ્રતિબંધ મુકવાના આદેશ સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.ઉત્તરાખંડ સરકારે રાજ્યના ઉચ્ચ અદાલતના ૨૮ જૂનના આદેશને પડકારતી સુપ્રીમ કોર્ટમાં ૧ જુલાઇના રોજ સ્થાનિક યાત્રાળુઓને ચાર ધામ યાત્રામાં ભાગ લેવાની મંજૂરી આપવાના ૨૫ જૂનના ર્નિણય પર સ્ટે મુક્યો હતો.આ ઉપરાંત ૬ જુલાઈએ દાખલ કરવામાં આવેલી અપીલમાં રાજ્ય સરકારે દલીલ કરી છે કે ચાર ધામ સ્થળોની આસપાસ વસતા નોંધપાત્ર વર્ગની આજીવિકા આ યાત્રા પર ર્નિભર છે તે હકીકતને હાઇ કોર્ટે ધ્યાનમાં લીધી નથી.

સરકારે પોતાની દલીલમાં જણાવ્યું હતું કે ત્યાંના લોકોનો રોજગાર માત્ર ચાર ધામ યાત્રા પર આધાર રાખે છે. ઉત્તરાખંડ સરકારે પોતાની અરજીમાં કહ્યું છે કે ચારધામ યાત્રાના લોકોને રોજગારી મળે છે, જે તેમની આવકનું એકમાત્ર સાધન છે. આ વિસ્તારોના લોકો છ મહિના સુધી બેરોજગાર રહે છે. સરકારે કહ્યું કે સ્થાનિક લોકોને ફક્ત ચાર ધામ યાત્રા દરમિયાન જ કામ કરવાની તક મળે છે, તેથી જાે યાત્રા રદ કરવામાં આવે તો ત્યાંના લોકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે વૈષ્ણો દેવી જેવા અન્ય ધાર્મિક હિન્દુ મંદિરો, બનારસના કાશી વિશ્વનાથ, વૃંદાવન અથવા અન્ય દક્ષિણ ભારતીય મંદિરોથી વિપરીત, ચાર ધામમાં પ્રવેશ આબોહવાને કારણે માત્ર ૬ મહિનાના સમયગાળા માટે છે.ઉત્તરાખંડ સરકારે રાજ્યના ઉચ્ચ અદાલતના ૨૮ જૂનના આદેશને પડકારતી સુપ્રીમ કોર્ટમાં ખટલો ચલાવ્યો છે, જેણે ૧ જુલાઇના રોજ સ્થાનિક યાત્રાળુઓને ચાર ધામ યાત્રામાં ભાગ લેવાની મંજૂરી આપવાના ૨૫ જૂનના ર્નિણય પર સ્ટે મુક્યો હતો.

કોરોનાના ખતરાને અવગણીને રાજ્ય સરકારે કહ્યું છે કે આ વિસ્તારોમાં કોરોના પોઝિટિવિટી રેટ ખૂબ જ ઓછા છે. એવું કહેવામાં આવ્યું છે કે ૧૫ જૂન, ૨૦૨૧ થી ૨ જુલાઈ, ૨૦૨૧ સુધીચમોલી જિલ્લામાં ૦.૬૪ ટકા અને રુદ્રપ્રયાગ જિલ્લામાં ૧.૧૬ ટકા પોઝિટિવિટી રેટ નોધાયો છે. તેથી સુપ્રીમ કોર્ટે ચારધામ યાત્રાને પુનઃ સ્થાપિત કરવાની મંજૂરી આપવી જાેઈએ.

રાજ્ય સરકારે ચાર ધામ યાત્રાના પ્રથમ તબક્કા માટે ૨૬ જૂને વિગતવાર એસઓપી જારી કરી હતી. સલામતીના અન્ય પ્રોટોકોલો અને પગલા ઉપરાંત, એસઓપી દ્વારા દરેક ધામ માટે ચોક્કસ સંખ્યામાં યાત્રાળુઓની પણ જાેગવાઈ કરવામાં આવી હતી. આ મુજબ, બદ્રીનાથમાં દિવસમાં વધુમાં વધુ ૬૦૦ યાત્રાળુઓ છે; કેદારનાથ દરરોજ મહત્તમ ૪૦૦ યાત્રાળુઓ; ગંગોત્રીમાં દરરોજ મહત્તમ ૩૦૦ યાત્રિકો અને યમનોત્રીમાં મહત્તમ ૨૦૦ યાત્રાળુઓનો સમાવેશ થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.