Western Times News

Latest News from Gujarat India

અંકલેશ્વર સૂટકેશ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ખુલ્યો

હત્યામાં સંડોવાયેલ ત્રણ બાંગ્લાદેશી અને રિક્ષાચાલક મળી ચાર આરોપીઓની ધરપકડ.

ભારતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને બ્લેકમેઈલ કરતા હત્યા કરાઈ હોવાનો ઘટસ્ફોટ.

મૃતક પોલીસમાં પકડાવી દેવાની હત્યારાઓને આપતો હતો ધમકી.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ,અંકલેશ્વરમાં હત્યાની ચકચારી ઘટનાના બનાવમાં ત્રણ સ્થળેથી બેગ માંથી મળ્યા હતા શરીરના અંગો મળી આવ્યા હતા.પોલીસે તપાસમાં હત્યાકાંડનો ભેદ ઉકેલી ત્રણ બાંગ્લાદેશી સહિત ચાર આરોપીઓની  અટકાયત કરી છે.હત્યા પાછળ ગેરકાયદેસર વસાવાટ કરતા બાંગ્લાદેશીઓને પોલીસમાં પકડાવી દેવાની ધમકી મૃતક આપતો હોવાથી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.

ગત મંગળવારે 3 ટ્રાવેલ બેગ માંથી મળી આવેલા કાપેલા હાથ અને પગ સહિત શરીરના અંગોને લઈ ઝનૂની હત્યારાએ હત્યાને અંજામ આપ્યા બાદ પુરાવાનો નાશ કરવા આ સાતીર ખેલ ખેલ્યો હોવાનું મનાઈ રહ્યું હતું.ભરૂચમાં હત્યાનો સૌથી ચોંકાવનારો અને ઘાતકી કિસ્સો 3 દિવસ અગાઉ અંકલેશ્વરના અમરતપુરા ગામના પાટિયા પાસેથી બહાર આવ્યો હતો.

જ્યાં મંગળવારે સ્થાનિક ગ્રામજનોને એર સ્ટ્રીપ જવાના માર્ગ ઉપર રસ્તાની બંને બાજુ નાળા પાસે અલગ અલગ દિશામાં લાલ અને ભૂરા રંગની 2 ટ્રાવેલ બેગ બિનવારસી હાલતમાં નજરે પડી હતી.ગ્રામજનોને કઈક સંદિગ્ધ લાગતા અંકલેશ્વર પોલીસને જાણ કરાતા પોલીસના ઘાડે ધાડા ઉતરી આવ્યા હતા.

બેગ નજીક પોલીસે જઇ બેગ ખોલતા જ તેમાં પુરૂષના કપડાં હતા. જે નીચે રહેલી ભૂરા રંગની થેલી બહાર કાઢી ખોલતા જ તેમાં માનવીના કાપેલા હાથ પગ તેમજ બીજી બેગ માંથી કાપેલા હાથ ,પગ  મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી..  ત્યારબાદ રાત્રીના સમયે સારંગપુર ગામના પાટિયા પાસેથી ત્રીજી બેગ મળી આવી હતી જેમાં પણ મૃતકના શરીરના અન્ય અંગો ભરેલા હોવાનું સામે આવ્યું હતું.અત્યંત ઘાતકી રીતે યુવાનની હત્યા કર્યા બાદ તેની ઓળખવીધી ન થાય તેમજ પુરાવાનો નાશ કરવા હત્યારાઓએ ભોગ બનનાર મૃતકની હત્યા કર્યા બાદ તેના શરીરના ટુકડા કરી દીધા હતા.

અત્યન્ત ચોકવનારા આ બનાવ બાદ પોલીસની વિવિધ ટીમો આ હત્યા કાંડ નો ભેદ ઉકેલવામાં લાગી હતી  જેમાં પોલીસે સમગ્ર હત્યા કાંડને અંજામ આપનારા ૪ આરોપીઓની ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડ્યા છે.અંકલેશ્વરમાં મળી આવેલ હત્યા કરાયેલ લાશની ઓળખ કરવી પોલીસ માટે મુશ્કેલી સમાન હતું પરંતુ ગણતરીના સમયમાં પોલીસે મૃતકની લાશની ઓળખ કરી લીધી હતી, અને બેગ માંથી મળેલ માનવ શરીરના અંગો મૂળ બાંગ્લાદેશના અકબર નામક વ્યક્તિના હોવાનું સામે આવ્યું હતું..

ભરૂચ એલ.સી બી .પોલીસે સીસીટીવી સર્વેલન્સના આધારે સમગ્ર બનાવની તપાસ શરૂ કરી હતી જેમાં પ્રથમ પોલીસે ગુનામાં વપરાયેલ રીક્ષાની ઓળખ કરી રીક્ષા જે વિસ્તારમાં હોય ત્યાં વોચ શરૂ કરી હતી. જેમાં રિક્ષાચાલક સહિત અન્ય ત્રણ  ને ઝડપી લઈ પૂછતાછ કરતા ગુનાનો ભેદ ઉકેલયો હતો.ઘટનામાં સામેલ આરોપીઓ બાંગ્લાદેશથી ઘૂસણખોરી કરી ભારત આવ્યા હતા,અને ગુજરાતના અમદાવાદ, સુરત,ભરૂચ, અંકલેશ્વર, જેવા શહેરોમાં ગેરકાયદેસર વસવાટ કરતા હતા,

જેમાં મરણ જનાર મૂળ બાંગ્લાદેશનો અકબર જે હાલમાં અમદાવાદના ચંદોળા તળાવ ઇશન પુર ખાતે રહેતો હતો તે આ ગુનામાં આરોપીઓને વાંરવાર ધમકીઓ આપી તેઓને પોલીસમાં પકડાવી દઈશ કહી જો આમ ન કરવું હોય તો રૂપિયા આપવા પડશે તેવી માંગણીઓ કરતો હતો,અને આ ગુનામાં આરોપી અજોમને અમદાવાદ હવેલી પોલીસ મથકે કોઈ ગુનામાં પકડાવી પણ દીધો હતો, જેને લઈ કાયમી હેરાનગતિથી કંટાળી ત્રણેવ બાંગ્લાદેશી આરોપીઓએ રીક્ષા ચાલક નૌશાદ સાથે કાવતરું રચી ભોગ બનનાર અકબરને ઘરે બોલાવી ઉંઘની ગોળીઓ પીવડાવી બેહોશ કરી આયોજન મુજબ ઓશિકા વડે અકબરનું મોઢું દબાવી દઈ થતા તીક્ષ્ણ હથિયારથી ભોગ બનનારના શરીરના અલગ અલગ ટુકડા કરી પોલીથીનની બેગ માં ભરી તેને બેગમાં મૂકી નૌશાદની રીક્ષા મારફતે અંકલેશ્વર શહેર વિસ્તારમાં અવાવરું જગ્યાએ બેગ ફેંકી દઈ નાસી ગયા હતા.પોલીસે સમગ્ર હત્યા કાંડમાં ૪ આરોપીઓની ધરપકડ કરી છે,

જેમાં ૩ બાંગ્લાદેશી છે  તેમજ એક રીક્ષા ચાલક છે,આરોપી ઓમાં  લેશીના ઝાકીર અબ્દુલ મુલ્લા, રહેવાસી  મંગલદીપ સોસાયટી,અંકલેશ્વર મૂળ.નૉડાલ, બાંગ્લાદેશ , મુફિસ મોહંમદ મુલ્લા રહેવાસી ,બાપૂનગર,  અંકલેશ્વર મૂળ,નૉડાલ,બાંગ્લાદેશ,અજોમ સમસુ શેખ,રહે લાલ બજાર કોઠી રોડ,ભરૂચ મૂળ, ખુલના,બાંગ્લાદેશ તેમજ  રિક્ષાચાલક નૌશાદ ઈંદ્રિશ ખાન  રહેવાસી.બાપુનગર, અંકલેશ્વર મૂળ બલિયા યુ.પીનો સમાવેશ થાય છે.

હાલ પોલીસે સમગ્ર હત્યા કાંડ માં વપરાયેલ  રીક્ષા તેમજ ૮ નંગ મોબાઈલ ફોન કબ્જે કરવા સાથે જ હત્યામાં વપરાયેલ ચપ્પુ તેમજ અન્ય પૂરાવા મેળવવાની કવાયત હાથધરી છે.અંકલેશ્વરમાં હત્યા કરી લાશના ટુકડા કરી ફેંકી દીધા બાદ પોલીસ તપાસમાં ચોકવનારી વિગતોમાં બાંગ્લાદેશ કનેક્શન સામે આવ્યું છે, ત્યારે તમામ આરોપીઓ અને મૃતક બાંગ્લાદેશથી ભારત કંઈ રીતે આવ્યા તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે જેમાં બાંગલાદેશથી ભારતમાં ઘૂસણ ખોરીનું નેટવર્ક ચાલતું હોવાનું પણ સામે આવી શકે તેવી શક્યતાઓ સમગ્ર હત્યા કાંડ નો ભેદ ખુલ્યા બાદ બાદ ચર્ચામાં આવી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers