મનાલીમાં માસ્ક નહીં પહેરવા પર ૫૦૦૦નો દંડ

Files Photo
મનાલી: કોરોનાની બીજી લહેરનુ જાેર ઓછુ થયા બાદ કોરોનાના નિયંત્રણોમાં ઢીલ આપવામાં આવી છે .જેના પગલે મનાલી , સિમલા સહિતના હિલ સ્ટેશનો પર જાણે માનવ મહેરામણ ઉમટી પડ્યો છે.
લોકોની ભીડને જાેઈને સરકાર પણ ચોંકી ઉઠી છે.કારણકે તેનાથી કોરોનાનુ સંક્રમણ ફરી ફેલાવાનો ખતરો છે.હવે મનાલીમાં સ્થાનિક તંત્રે મોટો ર્નિણય કર્યો છે કે, મનાલીમાં જાે કોઈ વ્યક્તિ માસ્ક વગર પકડાશે તો તેને ૫૦૦૦ રુપિયા દંડ અથવા તો આઠ દિવસની જેલની સજા થશે.
હિમાચલ પ્રદેશમાં કોરોનાનુ જાેર ઓછુ થયા બાદ સરકારે બહારથી લોકોને આવવાની પરવાનગી આપી છે.જેના પગલે હવે રોજ અન્ય રાજ્યોના ૧૮૦૦૦ થી ૨૦૦૦૦ વાહનો દાખલ થઈ રહ્યા છે.બહારના પર્યટકોના કારણે હિમાચલ પ્રદેશ પર કોરોનાનુ જાેખમ તોળાઈ રહ્યુ છે.
મનાલી અને સિમલામાં તો હોટલો ફુલ છે અને બજારોમાં પગ મુકવાની જગ્યા નથી.બજારોમાં એટલી હદે ભીડ છે કે, સોશિયલ ડિસ્ટન્સિંગના લીરે લીરા ઉડી રહ્યા છે.જેના પગલે મનાલીમાં હવે નવો નિયમ લાગુ કરાયો છે.