Western Times News

Gujarati News

કલર્સ ગુજરાતી ઉપર પ્રેમની ભવાઈમાં ચાલી રહ્યો છે જાજરમાન જુલાઈ…

જેમાં આખો મહિનો જાજરમાન વિષય વસ્તુ સાથે એક કલાકના એપિસોડ આવશે.

જાજરમાન જુલાઈનું ખાસ આકર્ષણ છે 12 અને 13 તારીખે આવનાર ધ્વજા રોહણ હરીફાઈ જેમાં પોતાની બહેનના ભવિષ્ય ને બચાવવા રુદ્ર પડ્યો છે મેદાને. ઉપરથી સામાન્ય દેખાતી આ હરીફાઈ અંદરથી એક ષડયંત્રથી ભરપૂર ખેલ છે. ધારાને ખબર પડી છે કે રુદ્રનો જીવ છે જોખમમાં તો એને બચાવવા માટે ધારા કેવી રીતે પોતાના જીવની બાજી લગાવશે? આ ખરાખરીનો ખેલ તમને જોવા મળશે જાજરમાન જુલાઈ પ્રેમની ભવાઈમાં.

બે દિવસની આ સ્પર્ધામાં પાંચ જાતના શારીરિક અને માનસિક તાકાત/સ્ટ્રેન્થની પરીક્ષા લેતા ટાસ્ક/અવરોધ છે.  જે રુદ્રએ પાર પાડીને દર વર્ષની જેમ જીતવાનું છે અને પોતાની બહેનનો જીવ માસાહેબ પાસેથી માંગી લેવાનો છે. સ્પર્ધાની વચ્ચે ધારાને જાણ થાય છે કે રુદ્રની સામેનો સ્પર્ધક હથિયાર લઇને ઉતર્યો છે. તો ધારા પણ પોતાનો જીવ દાવ પર લગાવીને રુદ્રનો જીવ બચાવવા મેદાને પડી જાય છે.

રુદ્ર રાણા.- હું મારી બેન નાનકીના ઈચ્છા વિરુદ્ધ લગ્ન નથી કરાવવા માંગતો અને બીજી બાજુ હું માસાહેબ ને ડાયરેક્ટ ના પણ કહી નથી શકતો, મારી પાસે એકજ રસ્તો છે અને એ છે દ્વજા રોહનની સ્પર્ધા,જે હું જીતીને માસાહેબ પાસેથી મારી નાનકીની જીંદગી માંગી શકું,તો એ માટે પાંચ અલગ અલગ અવરોધ પૂરા કરવાના છે અને ધજા મંદિરે ફરકાવવાની છે,

આ ધજા જમીનને સ્પર્શ ના થાય એ પણ ધ્યાન રાખવાનું છે.. આ અવરોધનું અમે સખત ગરમીમાં શૂટ કર્યું છે, હેવી ટાયરને દોરડાથી ચઢાણ વાળા રસ્તા પર ખેંચીને ટાર્ગેટ સુધી પહોંચવાનું એમાં અમે ખુલ્લા પગે જ્યારે ખેંચી રહ્યા હતા ત્યારે પગ બળતા અને પગમાં તકલીફ પણ થયેલી એવી જ રીતે પાણીમાં ધજા લઈને દોડીને સામેની બાજુ તરફ જવાનું,

પાણીમાં ગમે ત્યારે ગમે તે પથ્થર પગમાં વાગે પણ એ ભૂલીને અમે એ અવરોધ પણ પૂરો કર્યો ,રસ્તા પર નાના મોટા કાંટા શરીરને વાગતા પણ એ ભૂલી ને અમે અવરોધ પૂરા કર્યા, બધાની ખુબ જ મેહનત લાગી છે, જ્યારે તમે જોશો ત્યારે તમને ખુબ મજા આવશે..

Dhara – જાજરમાન જુલાઈમાં અમે લઈને આવી રહ્યા છીએ ધ્વજારોહણની હરીફાઈ. જેમાં રુદ્ર હરીફાઈમાં ઉતર્યો છે ઈન્દ્રાણી તરફથી ઇનામદારના માણસની વિરુદ્ધમાં. ધારા ને જ્યારે જાણ થાય છે કે ઈનામદાર કંઇક મોટું ષડયંત્ર રચી રહ્યો છે રુદ્રને મારવા માટે કે તરત એ રુદ્રને બચાવવા માટે દોડી જાય છે.

જેટલા hurdles માંથી રુદ્ર પસાર થયો હોય છે બધીજ જગ્યાએથી બહાર નીકળીને પોતાનાંથી બનતા પ્રયત્નો કરે છે રુદ્રને બચાવવા.  Well આ sequence shoot કરવામાં ખૂબ જ મજા આવી. It was totally an adventurous sequence. ધારા પહાડો પર દોડી છે, પહાડો પરથી પડી છે, ઘણું તો સાચે વાગ્યું છે.

એક sequence માં તો ઝાડની ડાળ પકડીને પોતાને બચાવવાની હતી અને એની જ એક ડાળખી મોઢા પર વાગી ગઈ હતી. રુદ્રને પણ ઘણી જગ્યાએ વાગ્યું even એની તો સ્કિન totally tan થઈ ગઈ, રણજીતને પણ પગમાં વાગી ગયું હતું. ધારા ક્યાં ક્યાંથી પસાર થઈ છે.કાંટાળા જાડવામાંથી પસાર થતા કેટલીય વાર કાંટા વાગીજ ગયા છે.

નદીમાં પડી એમાં kneesના muscle માં swelling આવી ગયું છે જે હજુ નથી ગયું. But still એ કોઈજ વાતનું દુઃખ નથી. આ બધા challenge પૂરા કરવાની ખુબજ મજા આવી છે.. અને આ બધું અમારી ટીમ ને કારણે. Because everyone were so supportive we didn’t feel bad for any injury or a little pain. ધાર્મિક સરે બધી sequence માં કોઈને કઈ પ્રોબ્લેમ ના થાય એનું ખૂબ ધ્યાન રાખીને શૂટ કર્યું છે. ટીમના બધાજ લોકો ત્યાં full support માં હતા. Dop દાદા પાણીમાં કેમેરો લઈને ઉતરી ગયા હતા, assistant પણ એટલાજ helpful. Umangbhai, Jatin, ધાર્મિક સર , હર્ષદ દાદા, જીગરભાઈ, બધા જ પેહલા એમની રીતે બધીજ જગ્યાએ પોતે check કરી લેતા કે એકટર્સને કઈ પ્રોબ્લેમ નહીં થાયને એ રીતે જ શૂટ કરવામાં આવ્યું છે. Technical team, spot dada Ni team બધાજ લોકો ખડે પગે ઊભા હતા. આ બધામાં હા બધાના ચેહરા ના કલર્સ બદલાઈ ગયા. ધૂળ ની વચ્ચે, પરસેવાથી લથપથ… So shoot પછી કોઈ ઓળખાય એવું નતું રહ્યું but I must say It was an amazing experience shooting this dhwajarohan event. For me it’s a life time memory. I don’t know બીજી serials or બીજા કોઈ પણ શૂટ માં કેવી મેહનત પડે છે but આ sequence માટે અમે જીવ રેડી દીધો છે બસ લોકોને પસંદ પડે એનાથી વધારે બીજુ શું જોઈએ…  રુદ્ર કેવી રીતે હરીફાઈમાં ઉતર્યો છે. કેવી રીતે જોખમમાં મુકાઈ જાય છે અને ધારા કેવીરીતે રુદ્રને આમાંથી બહાર કાઢે છે એ જોવાનું ભૂલતા નઈ. તમને આમાં બહુ મજા આવશે. જોતા રહો

ગુજરાતી ટેલીવિઝનના ઈતિહાસમાં પહેલી વાર આટલા મોટા લેવલ ઉપર ફીઝીકલ ટાસ્ક સાથેની ફિલ્મી વાર્તા દર્શાવતા એપિસોડ આવી રહ્યા છે. “જાજરમાન જુલાઈ, પ્રેમ ની ભવાઈ એમાં ધ્વજા રોહણ હરીફાઈ”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers