Western Times News

Latest News from Gujarat India

પ્રાંતિજના તાજપુર કુઇથી સાદરા જતા માર્ગ પર મુકેલા બોર્ડમાં મોટો ગોટાળો

તાજપુર કુઇ થી બોભા સાદરા જતા માર્ગ પર દિશાસૂચક બોર્ડ વિરુદ્ધ દિશામા .

અજાણ લોકો આવતા અન્ય સ્થળે જતા રહે છે .

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના તાજપુર કૂઇ થી સાદરા જતા માર્ગ પર મુકેલા દિશાસૂચક બોર્ડ મા મોટો ગોટાળો થતા અજાણ લોકો આવતા અન્ય સ્થળે જતા રહે છે  .

પ્રાંતિજ ના તાજપુર કૂઇ થી સાદરા જતા માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી આર એન્ડ વિભાગ દ્વારા  આ માર્ગ પર લગાવવામા આવેલ દિશાસૂચક બોર્ડ મા ખોટા એરો અને કિમી દર્શાવાયા છે જેથી અહી આવતા અજાણ લોકો બોર્ડ ને લઈ ને અન્ય સ્થળે જતા રહેશે જેથી સત્વરે આ બોર્ડની નવેસરથી સચોટ બોર્ડ અને દિશા સૂચક બોર્ડ મુકવા આવે તેવી લોક માગણી ઉઠવા પામી છે .
ફોટા મોકલેલ છે  .

Copyright © All rights reserved. | Developed by Aneri Developers