Western Times News

Latest News from Gujarat India

મોડાસામાં ૩૯મી અને બાયડમાં ૭મી રથયાત્રા મૌકૂફ, ભગવાન નગર ચર્ચાએ નહિ નીકળે 

કોરોનાની બીજી લહેર મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં કાળરૂપી સાબીત થઇ હતી હાલ વિશ્વના અનેક દેશોમાં કોરોનાની ત્રીજી લહેરમાં અનેક લોકો સંક્રમીત થયા છે ત્યારે દેશમાં કોરોનાની સંભવીત ત્રીજી લહેરથી મોટાપ્રમાણમાં ફેલાતા સંક્રમણથી લોકોના સ્વાસ્થય સામે ગંભીર ખતરો વર્તાવાની આશંકાને લઈ પ્રજાના આરોગ્યની ચીંતા સેવી મોડાસા અને બાયડ રથયાત્રા સમીતીએ ઐતિહાસિક નીર્ણય લઇ સતત બીજા વર્ષે રથયાત્રા મૌકૂફ રાખવાનો નીર્ણય કર્યો છે નગરજનોએ અને પ્રશાસન તંત્રએ રથયાત્રા ઉત્સવ સમિતિના નિર્ણયની સરાહના કરી હતી  અષાઢી બીજ ને ૧૨ જુલાઈ ના રોજ મોડાસા નગરના પ્રસિધ્ધ શ્રી બાલકદાસજી મંદિર ખાતે ભગવાન જગન્નાથજી ને ભવ્ય સુશોભિત રથમાં બીરાજમાન કરી મંદિર પરીસરમાં જ રથ ની પરીક્રમા યોજાશે

અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા અને બાયડ શહેરમાં દરવર્ષે ભગવાન જગન્નાથ યાત્રાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાતા હોય છે ત્યારે શહેરમાં સતત ૩૭ વર્ષથી ભગવાન બાલકદાસજીના નિજમંદિરે થી નીકળતી ભવ્યાતિભવ્ય રથયાત્રા કોરોના સંક્રમણને પગલે ૩૮મી રથયાત્રા મૌકૂફ રહ્યા બાદ ૩૯મી રથયાત્રા પણ સ્થગીત કરાઈ છે

ઉત્તર ગુજરાતમાં ભવ્યાતીભવ્ય રથયાત્રા મોડાસા શહેરમાં યોજાય છે જેમાં ખુદ ભગવાન જગન્નાથ દર્શન આપવા નીકળતા હોવાથી ભક્તો પણ આતુરતા પૂર્વક આવકારવા અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે ત્યારે મોડાસા શહેરમાં સતત કોરોનાના કેસ વધતા હોવાથી અષાઢી બીજે નીકળનારી ૩૯મી રથયાત્રા અંગે રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસા દ્વારા સ્થગિત કરવામાં આવી છે અને આ અંગે સમિતિના સદસ્યોએ જીલ્લા કલેક્ટર અને ટાઉન પોલીસને આ અંગે લેખિતમાં જાણ કરી હતી રથયાત્રા ઉત્સવ સમિતિના નિર્ણયને શહેરીજનો અને વહીવટી તંત્રએ આવકાર્યો હતો

બાયડ રથયાત્રા સમિતીએ શહેરમાં સરકારની નવી ગાઈડલાઈન પ્રમાણે રથયાત્રા યોજવી મુશ્કેલ જણાતા આખરે રથયાત્રા ઉત્સવ સમિતીએ રથયાત્રા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે રથયાત્રા ઉત્સવ સમીતીના જણાવ્યા અનુસાર શહેરમાં કર્ફ્યુ નાખી રથયાત્રા કાઢવાનો કોઈ મતલબ નથી તેમજ રથયાત્રામાં સામેલ થનાર ભક્તોના આરટીપીસીઆર રિપોર્ટ નેગેટીવ પણ જરૂરી છે માટે ભગ્ન હૃદયે રથયાત્રા સ્થગીત કરવામાં આવી છે

Copyright © All rights reserved. | Developed by Aneri Developers