Western Times News

Gujarati News

વડોદરામાં બે પોલીસ કર્મીએ વેપારીને ઢોર માર માર્યો

વડોદરા: વડોદરા શહેરમાં પોલીસ જવાનોની લુખ્ખાગીરીના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં સામે આવી ચુક્યા છે. તેવામાં વધુ એક કિસ્સો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. શહેરના વડસર વિસ્તારમાં એક પાનની દુકાનના વેપારીને બે પોલીસ જવાનો દ્વારા પછાડી પછાડીને ઢોર માર મારવાના કિસ્સાએ ફરી એક વાર ખાખી પર સવાલો ઉભા કર્યા છે. શહેરના વડસર વિસ્તારમાં એક પાનની દુકાન રાત્રી કરર્ફ્‌યું બાદ પણ ખુલ્લી રહેતી હોવાની માહિતીના આધારે માંજલપુર પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ સિવિલ ડ્રેસમાં દુકાન પર ધસી આવ્યા હતા. રાત્રી કરર્ફ્‌યું દરમિયાન દુકાન કેમ ખુલ્લી રાખી છે

તેવો સવાલ કરીને વેપારી કાઈ સમજે વિચારે એ પેહલા તેના પર તૂટી પડ્યા હતા અને લોકોની રક્ષા કરવા જાણીતી ખાખી ખોફનાક ખાખીમાં પ્રવર્તી હતી. માંજલપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ઠાકોર તેમજ હરીશ ચૌહાણના માથે ખાખીનો નશોએ હદે સવાર હતો કે વેપારી બે હાથ જાેડી તેમની માફી માંગતો રહ્યો છતાં આ બંને પોલીસ જવાનો લાચાર વેપારીને પછાડી પછાડીને મારતા રહ્યા. જેના કારણે વેપારીને ઇજાઓ પણ પોહચી હતી.

પોલીસે વેપારીને પહેલા તો ધડાધડ લાફા માર્યા પછી જમીન પર પછાડી લાતો મારી આ સમગ્ર ઘટનાના સીસીટીવી લોકોની રક્ષક કહેવાતી ખાખી ખોફનાક બની હોયની સાબિતી આપી રહ્યા છે. લોકો પાસે કાયદાનું પાલન કરાવવું એ પોલીસ ની જવાબદારી છે જાે વેપારી એ કાયદાનું ઉલ્લંઘન કર્યું તો માંજલપુર પોલીસ સ્ટેશન ના આ બે કોન્સ્ટેબલ ઠાકોરભાઇ તેમજ હરીશ ચૌહાણ એ વેપારી સામે ગુનો દાખલ કેમ ન કર્યો? તેમજ પોલીસ ને આ પ્રકારે સામાન્ય જનતા ને ઢોર માર મારવા નો અધિકાર કોણે આપ્યો એ સૌથી મોટો સવાલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.