Western Times News

Gujarati News

કુમકુમ મંદિર દ્વારા સદગુરુ દિનની ઉજવણી કરવામાં આવી

ટેન્શનમાંથી મુક્ત થવા માટે ભગવાનનું ઘ્યાન કરવું જોઈએ.- સાધુ પ્રેમવત્સલ દાસજી

૧૧ જુલાઇના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર દ્વારા જેઠ વદ અમાસ -સદગુરુ દિનની ઉજવણી મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં કરવામાં આવી હતી.

આ પ્રસંગે જીવનપ્રાણ શ્રી અબજીબાપશ્રી ની વાતોની પારાયણ પણ કરવામાં આવી હતી.

સદગુરુ દિન નિમિત્તે ધ્યાન, ભજન, કીર્તન કરવામાં આવ્યા હતા.

સદગુરુ દિન નિમિત્તે સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદસ્વામીનાં દર્શનનો સૌ હરિભક્તોને social distance જાળવીને દર્શનનો લાભ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી એ જણાવ્યું હતું કે, સદગુરુ દિનના દિવસે આપણે સૌ કોઈએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું જોઈએ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાથી શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે.

આજે માણસો ટેન્શનમાંથી મુક્ત થવા માટે અનેક પ્રયત્નો કરે છે પણ તેમાં તેને સફળતા મળતી નથી. ઘણા માણસોને રાત્રે ઊંઘ આવતી નથી માટે તેઓ ઊંઘ આવવા માટે મેડિસિન લે છે,પણ શાંતિથી ઊંઘ ના આવતી હોય તો મેડિસિનના બદલે મેડિટેશન કરવાની જરૂર છે .આ મેડીટેશન કરવાનો પ્રારંભ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ કર્યો છે

અનેક વર્ષોથી સદગુરુ દિનના દિવસે શ્રી મુક્તજીવન સ્વામીબાપા એ આપણને ધ્યાન કરવાનો આદેશ આપ્યો છે એ પ્રમાણે આપણે શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીશું તો આવશ્ય આપણને સુખ શાંતિ પ્રાપ્ત થશે.

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.