Western Times News

Gujarati News

મોડાસા, શામળાજી, ધનસુરામાં મંદીર પરીસરમાં રથયાત્રા નીકળી

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: કોરોના સંક્રમણના પગલે અરવલ્લી જીલ્લામાં અષાઢી બીજે નીકળતી પરંપરાગત રથયાત્રા મુલત્વી રાખવામાં આવી હતી મોડાસા, ધનસુરા અને શામળાજી મંદીર પરીસરમાં રથયાત્રા નીકળી હતી મંદીરની પરિક્રમા પુર્ણ કરી ભગવાન નીજ ઘરે પરત ફર્યાં હતા મંદીર પરિસરમાં નીકળેલ રથયાત્રામાં રથયાત્રા ઉત્સવ સમિતીના સભ્યો,મંદીર ટ્રસ્ટીઓ અને જૂજ સંખ્યમાં ભક્તો જોડાયા હતા મોડાસા શહેરમાં સુપ્રસિદ્ધ બાલકદાસજી મંદિરમાં ભવ્ય સુશોભીત રથમાં ભગવાન જગન્નાથજીને બીરાજીત કરી મંદીર પરિસરમાં રથયાત્રા નીકળી હતી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે રથનું પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે ,ડીવાયએસપી અને ટાઉન પીઆઈ એન.જી.ગોહિલ સહીત પોલીસતંત્રના અધિકારીઓ ઉપસ્થીત રહ્યા હતા જીલ્લા પોલીસવડાએ કોરોના મહામારીમાં રથયાત્રા મુલત્વી રાખવાના નીર્ણયની સરાહના કરી હતી

અરવલ્લી જીલ્લામાં મોડાસા,ધનસુરા અને શામળાજી મંદીર પરિસરમાં નીકળેલ રથયાત્રામાં ,જય જગન્નાથ ભગવાન અને જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યા હતા મંદીર પરિસરોમાં સરકારી ગાઈડ લાઈન અનુસાર પરીક્રમા યોજાઈ હતી મંદીર વિસ્તારમાં પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં તૈનાત જોવા મળી હતી

સુપ્રસિદ્ધ શામળાજી મંદિરમાં ચાંદીના રથમાં લાલજી ભગવાન બીરાજી મંદીર પરિસરમાં ભક્તોને દર્શન આપવા નીકળ્યા હતા શામળાજી મંદીરની સાત પરીક્રમા યોજાઈ હતી ધનસુરા રામજી મંદિરમાં ૧૧૮ મી રથયાત્રામાં ભગવાનને શણગારેલ પાલખીમાં બીરાજમાન કરી સંતો મહંતોની ઉપસ્થિતીમાં મંદીર પરિસરમાં રથયાત્રા નીકળી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.