Western Times News

Gujarati News

અમિત મિત્રા બંગાળના નાણામંત્રી પદેથી રાજીનામું આપી શકે છે

કોલકતા: પશ્ચિમ બંગાળ ના નાણામંત્રી અમિત મિત્રાએ આશરે ૧૦ વર્ષ સુધી કામ કર્યા બાદ તેમણે જણાવ્યું છે કે હવે ચૂંટણી લડવા ઈચ્છતા નથી. હવે તે પોતાની પુત્રીની સાથે વિદેશમાં થોડો સમય પસાર કરવા ઈચ્છે છે. તબિયત ખરાબ હોવાને કારણે તેમમે વિધાનસભામાં બજેટ રજૂ કર્યુ નહીં અને સત્ર બાદ વર્ચ્યુઅલી મીડિયા સાથે વાતચીત કરી હતી.

અમિત મિત્રા ખરાબ સ્વાસ્થ્યને કારણે વિધાનસભા ચૂંટણી પણ લડ્યા નહીં, પરંતુ તેણે નાણામંત્રી પદે યથાવત છે. એવુ કહેવામાં આવી રહ્યું છે કે તે ઉત્તર ૨૪ પરગનાની ખરદા વિધાનસભા ક્ષેત્રથી પેટાચૂંટણી લડશે. નિયમો અનુસાર, તે છ મહિના સુધી નાણામંત્રી પદે રહી શકે છે, પરંતુ આ સમયગાળા દરમિયાન તેણમે વિધાનસભાના સભ્ય બનવુ પડશે. જે તે ચૂંટણી લડશે નહીં તો મુખ્યમંત્રીએ નવા નાણામંત્રીની શોધ કરવી પડશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી મમતા બેનર્જી વ્યક્તિગત રૂપથી અમિત મિત્રાને મનાવવાનો પ્રયાસ કરશે, જેથી તે રાજ્યના નાણામંત્રી બન્યા રહે. પરતું તે સંભવ ન થાય તો તેમને રાજ્યના નાણા સલાહકારના રૂપમાં રહેવા માટે અપીલ કરવામાં આવશે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ છેલ્લા ૧૦ વર્ષોમાં બે વિભાગમાં કોઈ ફેરફાર કર્યો નથી. એક અમિત મિત્રાનું નાણા વિભાગ બીજુ સુબ્રત મુખર્જી દ્વારા સંચાલિત પંચાયત વિભાગ છે. આ તેમનો વિશ્વાસ દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે અમિત મિત્રા છેલ્લા દસ વર્ષથી નાણાં મત્રી છે તેમના થકી અનેક યોજના કાર્ટરત કરવામાં આવી હતી અને રાજ્યમાંથી આવક ઉભા કરવાના સ્ત્રોત પણ ઉભાં કર્યા હતા જાે તે નાણાં મંત્રી પદેથી હટશે તો મમતાને તેમની મોટી ખોટ સાલશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.