Western Times News

Gujarati News

હિસારઃ લવ મેરેજ કરનારા યુવકે ફંદેથી લટકીને જીવન ટૂંકાવ્યુ

Files Photo

હિસાર: આ વર્ષે ૧૬ જાન્યુઆરીએ પ્રેમ લગ્ન કર્યા બાદ ગત ૨૦ જૂને અરેન્જ મેરેજ કરનારા ઋષિ નગરમાં ભાડાના મકાનમાં રહેતા ૨૩ વર્ષીય જયદીપે ફંદાથી લટકીને આત્મહત્યા કરી દીધી. આત્મહત્યાના આ મામલામાં મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. પોલીસે સિવિલ હૉસ્પિટલમાં મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવીને મૃતદેહ સ્વજનોને સોંપી દીધો. મામલામાં મૃતકના ભાઈ ધનરાજના નિવેદન પર પોલીસે જયદીપના સાસરિયાની વિરુદ્ધ તેને હેરાન કરીને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધાવ્યો છે.

ધનરાજે જણાવ્યું કે, તેના ભાઈ જયદીપે ભિવાનીના મહરેટા ગામની નિવાસી મનીષા સાથે ૧૬ જાન્યુઆરીએ પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્નથી મનીષાના ઘરવાળા નારાજ હતા. પરંતુ લગ્ન બાદ મનીષાના ઘરવાળાઓએ કહ્યું કે, તેમણે લવ મેરેજ કરી દીધા છે. હવે તેના અરેન્જ મેરેજ કરાવી દઈએ. જેને લઈને બંનેના ૨૦ જૂને અરેન્જ મેરેજ કરવામાં આવ્યા હતા. તેમ છતાંય જયદીપના સાસરિયા તેને પરેશાન કરી રહ્યા હતા.

ધનરાજે પોલીસને એક સુસાઇડ નોટ ઉપલબ્ધ કરાવી હતી. આત્મહત્યા કરતા પહેલા જયદીપે પોતાના ભાઈ ધનરાજને એક વીડિયો પણ મોકલ્યો હતો, જેમાં તેણે પોતાની પીડા વ્યક્ત કરી હતી. જયદીપે એક પેજની સુસાઇડ નોટમાં પોતાના સાસરિયા પર તેને હેરાન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

જયદીપ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો. તેના ભાઈને તેણે જણાવ્યું હતું કે તેના સાસરિયાવાળા હેરાન કરી રહ્યા છે. જેના વિશે તે અને તેના ઘરના સભ્યો પંચાયત બોલાવવાનું વિચારી રહ્યા હતા. પરંતુ તે પહેલા જ રવિવાર બપોરે જાણ થઇ કે જયદીપે ઋષિ નગરમાં ભાડાના મકાનમાં પોતાના સાસરિયા પક્ષના સસરા ધર્મવીર, સાળા મનજીત, પ્રદીપ તથા કાકા સસરા વીરભાનથી પરેશાન થઈને પંખાના હુક પર દુપટ્ટાનો ફંદો લગાવીને જીવનલીલા સંકેલી લીધી. સૂચના મળતાં ઋષિ નગર પહોંચ્યો તો જયદીપને તેના દોસ્ત રૂમનો દરવાજાે તોડીને ફંદાથી ઉતારીને સિવિલ હૉસ્પિટલ લઈ ગયા હતા. તેના રૂમનો સામાન ચેક કર્યો તો સુસાઇડ નોટ મળી આવી. તેના આધાર પર ધનરાજે પોલીસમાં કેસ નોંધાવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.