Western Times News

Gujarati News

ભાજપ પ્રમુખે TDOની બદલી કરાવ્યાની કબૂલાત કરતા ખળભળાટ

તત્કાલીન ટીડીઓને મોબાઈલ કરી કહ્યું અમે એક સોનાનો રૂપિયો તમારે ત્યાં મોકલ્યો છે

છાપી, વડગામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીની બદલીને લઈ કથિત એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. ઓડિયોમાં વડગામના તત્કાલિન ટીડીઓને વડગામ ભાજપના પ્રમુખે મોબાઈલ કરી જણાવ્યું હતું કે, તમારા ત્યાં એક સોનાનો રૂપિયો અમે મોકલ્યો છે એને અમે અહીંથી કાઢયો છે તેવી કબુલાત કરતા ખળભળાટ મચી ગયો છે.

તાજેતરમાં વડગામના ટીડીઓ કે.કે.ચૌધરીની બદલીને લઈ તાલુકા ભાજપમાં મોટો વિવાદ સર્જાયો હોવાનું જાણવા મળે છે ત્યારે કે.કે. ચૌધરીની અગાઉ વડગામમાં ટીડીઓ તરીકે ફરજ બજાવનાર ટીડીઓને વડગામ ભાજપના પ્રમુખે મોબાઈલ કરી કહ્યું હતું કે, તમારે ત્યાં એક સોના જેવો એક રૂપિયો અમે મોકલ્યો છે જે

ને અમે કાઢયો છે તેવી કથિત ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હોવાનું સામે આવતા વડગામના ટીડીઓની બદલીને લઈ નવો વિવાદ સર્જાયો છે. ઓડિયોમાં એવું પણ કહેતા સંભળાયા હતા અને એક જાતિ ઉપર આક્ષેપ કરી કહ્યું હતું કે, તમારી બદલી તેઓએ કરાવી હતી.

દરમિયાન વડગામ ભાજપમાં તાલુકા વિકાસ અધિકારીની બદલીનો મામલો ગરમાવાયો છે ત્યારે કથિત ઓડિયોએ નવો વિવાદ સર્જાતા જિલ્લામાં ઓડિયોને લઈ ખળભળાટ મચી ગયો છે. કથિત આ ઓડિયોને લઈ પ્રદેશ ભાજપ શું પગલા ભરે છે તેની ઉપર વડગામ વાસીઓએ મીટ માંડી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.