Western Times News

Gujarati News

વડોદરામાં બિલ્ડરનું દર્શન કરતા કરતા મંદિરમાં મૃત્યુ થયું

વડોદરા: વડોદરા શહેરમાં હાર્ટ એટેકની એક હચમચાવી નાખતી ઘટના ઘટી હતી. શહેરમાં વલસાડના બિલ્ડરનું હાર્ટ એટેકથી સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરતાં કરતાં જ મોત થયું હતું. બિલ્ડરે મંદિરમાં દર્શન કરીને જેવું શીશ ઝૂકાવ્યું કે તુરંત જ હુમલો આવ્યો અને તેઓ ભગવાનના ધામમાં જ ઢળી પડ્યા હતા. હાર્ટ એટેકનો આ લાઇવ વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. જેમાં બિલ્ડરનું કરૂણ મૃત્યુ કેદ થયું છે.

બનાવની વિગતો એવી છે, વડોદરાના સ્વામીનારાયણ મંદિરમાં વલસાડના બિલ્ડર જયંતી ખેલપ મંદિરમાં દર્શને આવ્યા હતા અને દર્શન કરતી વખતે જ ઢળી પડ્યા હતા. આ ઘટના એક અઠવાડિયા પહેલાંની હોવાનું સામે આવ્યું છે જેના સીસીટીવી આજે સામે આવ્યા છે.

બિલ્ડરના મોતના પગલે આસપાસ દર્શન કરી રહેલા ભક્તો પણ ગભરાઈ ગયા હતા. જાેકે, બિલ્ડરને પ્રાથમિક સારવાર આપી શકાય તે પહેલાં તેમનું મોત થયું હતું. જાેકે, આ ઘટનાનો નવીડિયો એક અઠવાડિયા બાદ સોશિયલ મીડિયામાં સામે આવતા ચકચાર મચી ગઈ છે. જાેકે, વડોદરાના ક્યા મંદિરમાં તેમનું નિધન તયું તે અંગે હજુ સત્તાવાર પુષ્ટી થઈ નથી.

હાર્ટ એટેક આવે ત્યારે દર્દીને હૉસ્પિટલે લઈ જતા પહેલાં મોટાભાગે તેને સીપીઆર આપનવામાં આવે છે તેના માટેની યોગ્ય મેથડનો તબીબી સલાબ મુજબ ઉપયોગ કરવો પડે. મોટાભાગનના કેસમાં વ્યક્તિ સભાન હોય તો તેને તાત્કાલિક એસ્પિરિન આપવું પડે છે જેના કારણે જાડું લોહી પાતળું થઈ જાય અથવા તો છાતીને દબાવી અને ૨૫-૩૦ કૉમ્પ્રેશન બાદ તેને મોઢાથી ઑક્સિજન આપવાની પણ સલાહ છે જાેકે, આ તમામ ઉપચાર માટે અનુભવ તેમજ તબીબી સલાહ હિતાવહ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.