Western Times News

Gujarati News

યુકેમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના રેકોર્ડ ૫૧,૮૭૦ નવા કેસ

Files Photo

નવીદિલ્હી: યુકેમાં ફરી એકવાર કોરોના વાયરસના વધતા જતા કેસને કારણે સ્થિતિ ગંભીર બની રહી છે. જાન્યુઆરી પછી પહેલીવાર, એક જ દિવસમાં અહીં કોરોના વાયરસના ચેપના ૫૦ હજારથી વધુ કેસ નોંધાયા છે.

આ સાથે છેલ્લા ૨૪ કલાકમાં અહીં કોરોનાને કારણે ૪૯ લોકોનાં મોત પણ થયા છે. કેટલાક પ્રતિબંધોને બાદ કરતાં, બ્રિટનમાં લોકડાઉનનાં નિયમો સોમવારથી સમાપ્ત થવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં સંક્રમણના કેસમાં વધારો ચિંતાનો વિષય બની શકે છે.

યુકે સરકારના આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં અહીં કોરોના વાયરસના રેકોર્ડ ૫૧,૮૭૦ નવા કેસ નોંધાયા છે, જે આ વર્ષે ૧૫ જાન્યુઆરીથી સૌથી મોટી સંખ્યા છે. બ્રિટનમાં ૮ જાન્યુઆરીએ અત્યાર સુધીમાં ૬૮,૦૫૩ કેસ કોરોના જાેવા મળ્યા હતા.

આરોગ્ય સચિવ સાજીદ જાવેદે પહેલેથી જ ચેતવણી આપી દીધી છે કે ૧૯ જુલાઇ સુધીમાં અહીં કોરોનાના દૈનિક કેસની સંખ્યા ૫૦,૦૦૦ સુધી પહોંચી શકે છે. તે જ સમયે, તેમણે કહ્યું હતું કે આગામી સમયમાં આ સંખ્યા દરરોજ એક લાખને પણ પાર કરી શકે છે. કેસમાં વધારો થવા છતાં, બ્રિટિશ સરકાર હજી પણ ૧૯ જુલાઇએ ઇંગ્લેન્ડમાં તમામ પ્રતિબંધો હટાવવાની તૈયારી કરી રહી છે. જાે કે, ઘણા વૈજ્ઞાનિકો કહે છે કે સરકારનું આ પગલું જાેખમી હશે. ઇંગ્લેન્ડના ચીફ મેડિકલ ઓફિસર પ્રોફેસર ક્રિસ વિટ્ટીએ ચેતવણી આપી છે કે કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી શકે છે.

તેમણે કહ્યું, “હોસ્પિટલમાં દાખલ કોવિડ દર્દીઓની સંખ્યા દર ત્રણ અઠવાડિયામાં બમણી થઈ રહી છે.” તે જ સમયે, તેમણે કહ્યું, “અમે હજી પણ આ ભયથી બહાર નથી. જાે સોમવારથી લોકડાઉનનાં નિયમો હળવા કરવામાં આવે તો આ સમય દરમિયાન લોકોએ સાવચેતી રાખવી જાેઈએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.