Western Times News

Gujarati News

ભઠ્ઠા ખાતે ઓવરબ્રીજની સાઈડ ઉપર કરંટ લાગતાં ત્રણ વર્ષના બાળકનું મોત

અમદાવાદ : અમદાવાદ શહેરમાં વિકાસનાં કામો તેજ ગતિએ ચાલી રહ્યા છે શહેરભરમાં ચારે તરફ ખોદકામ તથા કન્સ્ટ્રક્શનનાં કામ ચાલી રહ્યા છે જેને પરીણામે ટ્રાફીક તથા અન્ય મુસીબતોનો સામનો કરી રહેલા નાગરીકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના પાલડી ભઠ્ઠા વિસ્તારમાં પણ વિકાસમાં ભાગ રૂપે જ ઓવરબ્રીજ બનાવવામા આવી રહ્યા છે.

મોટાભાગે પુરો થવા આવેલા આ બ્રીજનાં નિર્માણમા કાર્યરત એક મજુરોનો બાળક ગઈકાલે વીજળીનાં કરંટનો ભોગ બન્યો છે જેને ડોક્ટરએ મૃત જાહેર કરતા પરીવાર શોકગ્રસ્ત બન્યો છે.

છેલ્લા ઘણા સમયથી વાસણાથી ભઠ્ઠા સુધીનાં ઓર બ્રીજનાં નિર્માણનું કાર્ય આખરી તબક્કામાં છે અહી કામ કરતા મજુરો સાઈટ પર જ ઝુંપડા બાધીને રહે છે

હાલમાં કેટલીક જગ્યાએ કામ પૂર્ણા થતા પહેલા પતરા ખોલવાનુ કામ ચાલી રહ્યુ છે આ સ્થિતિમાં  ભઠ્ઠા ખાતે આવેલી મોદી સેન્ડવીચની સામે જ ત્યા કામ કરતા ચેતનભાઈ ડામોરનો પુત્ર રમતા રમતા અચાનક જીવતાં વીજવાયરને અટકી જતા ઘટના સ્થળે જ તેનુ મૃત્યુ થયુ હતુ ગઈકાલે બપોરે સવા ચારની આસપાસ ત્રણ વર્ષીય શૈલેષ રમતો હતો અને માતાપિતા કામમાં જાતરાયેલા હતા

ત્યારે આ ઘટના બની હતી. માસુમ શૈલેષ વાયરની ઝપેટમાં આવતા જ તે ચોરી ગયો હતો અને ધ્યાનમાં પડતા જ લોકો એકત્ર થઈ ગયા હતા ત્યારવાર ચેતનભાઈ તથા અન્ય લોકો શૈલેષને લઈ વીએસ હોસ્પિટલમાં   પહોચ્યા હતા જ્યા ફરજ પરનાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો બાદ ચેતનભાઈ તથા અન્ય પરીવારજનો આક્રદમા ડુબ્યા હતા.

બીજી તરફ તંત્રની ભુલનાં કારણો એક માસુમનો ભોગ લેવાતા લોકોમાં તરેહ તરેહની ચર્ચા ચાલી હતી અને તંત્રના માથે માછલાં ધોવા હતા સાઈટ પર કાર્યરત કર્મચારીઓની બેદરકારી કારણે વધુ એક માસુમનો ભોગ લેવાતાં લોકોમા આક્રોશ જાવા મળ્યા હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.