Western Times News

Gujarati News

યુપીના પૂર્વ ધારાસભ્યના ઘરમાંથી ૫૦ લાખની ચોરી

બરેલી: સમાજવાદી પાર્ટીના પૂર્વ ધારાસભ્યના ઉત્તરપ્રદેશના સંભલ સ્થિત ઘરમાં ચોર ઘુસી આવ્યા હતા અને ૫૦ લાખ રુપિયાની ચોરી કરી હતી. ચોરીની ઘટના બની તે સમયે પૂર્વ ધારાસભ્યનો પરિવાર એક રિસોર્ટમાં દીકરીના લગ્નપ્રસંગમાં વ્યસ્ત હતો. ગુન્નૌરના પૂર્વ ધારાસભ્ય રામખિલાડી યાદવે પોલીસને જણાવ્યું કે, તાળા તૂટેલા હતા અને ત્રીજા માળના રુમમાં એક કબાટમાં મુકવામાં આવેલા પચાસ લાખ રુપિયા ગાયબ છે.

ફરિયાદીએ પોલીસને જણાવ્યું કે, ગુરુવારે સવારે પરિવારના અમુક લોકો ઘરે પાછા આવ્યા ત્યારે તેમણે જાેયું કે ઓરડાઓના તાળા ખુલ્લા છે અને તાળા તૂટેલા છે. અમે ત્યારપછી પોલીસને ચોરીની જાણ કરી. સંભલના એસપી ચક્રેશ મિશ્રાએ જણાવ્યું કે, જે કબાટમાં પૈસા ભરેલી બેગ પડેલી હતી તે જ ઓરડાનો દરવાજાે અને કબાટ તૂટેલા હતા. ઘરનો મુખ્ય દરવાજાે અને અન્ય પ્રવેશના માર્ગો પણ જેવા હતા તેવા જ હતા. અમને શંકા છે કે આ કોઈ અંદરના વ્યક્તિનું કામ છે. એવી કોઈ વ્યક્તિ જેને રોકડ મુકી હોવાની જાણ હોય તેનું આ કામ હોઈ શકે છે.

એસપીએ આગળ જણાવ્યું કે, ઘરેણાં સિવાયની અન્ય કિંમતી વસ્તુઓ પણ અકબંધ હતી. ધારાસભ્યની ફરિયાદને ધ્યાનમાં રાખીને કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ સિવાય અમે ઈનકમ ટેક્સ વિભાગને પણ જાણ કરી છે જેથી આટલી મોટી રકમ વિષે જાણકારી મેળવી શકાય. અમે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહ્યા છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.