Western Times News

Gujarati News

સાત કરોડની છેતરપિંડીમાં મુખ્ય આરોપીની ધરપકડ

અમદાવાદ, શિક્ષણ વિભાગમાં સામે આવ્યું એક મોટું કૌભાંડ અને વિભાગમાં થયેલા કૌભાંડમા મુખ્ય આરોપીની ધરપકડ કરવામા આવી છે. શિક્ષણ વિભાગના હિશાબનીશે ૭ કરોડથી વધુની છેતરપીંડી આચરી હતી. જાેકે તેની પુછપરછમાં ઈસનપુર અને ગોવાના અન્ય બે આરોપીના નામ સામે આવ્યા છે.

સાથે જ છેતરપિંડી કરીને મેળવેલી રકમ ૧૯૭ જેટલા અલગ અલગ બેંક એકાઉન્ટમા જમા કરાવ્યા હોવાનુ સામે આવ્યુ છે. જે અંગે પોલીસ તપાસ શરૂ કરવામા આવી છે. જાેકે પોલીસ તપાસમાં શુ ખુલાસા થાય છે તે જાેવુ મહત્વનુ છે.

શહેરના કારંજ પોલીસની કસ્ટડીમા રહેલા આરોપીનુ નામ રાજેશ રામી છે. જે અમદાવાદની જિલ્લા પંચાયત કચેરીમાં કામ કરે છે. વર્ષ ૨૦૧૬ થી આ કર્મીએ સરકાર સાથે ૭ કરોડ ૩ લાખની ઉચાપત કરી હોવાનુ સામે આવતા કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

રાજેશ રામીએ પોતાના હોદ્દાનો દૂરઉપયોગ કરીને ખોટા દસ્તાવેજાે બનાવી સરકારી તિજાેરી માથી ૭ કરોડથી વધુ રકમની ઉચાપત કરી હતી. જેથી પોલીસે તેની વિરમગામ પાસેથી ધરપકડ કરી છે. સરકારી રૂપિયાની ઉચાપત મામલે આરોપીની પુછપરછ કરતા ઈસનપુરના હાર્દિક પંડ્યા અને ગોવાના નદીમ નામના આરોપીના નામ સામે આવ્યા છે. ઉપરાંત રૂપિયા મેળવવા માટે ૧૯૭ બેક અકાઉન્ટ નો ઉપયોગ કર્યો હોવાનો ખુલાસો થયો છે.
આરોપી રાજેશ રામીની પુછપરછ કરતા સામે આવ્યુ કે, આરોપીની કસ્ટડીમાં રહેતા સરકારી રેકોર્ડના બદલે ખોટા રેકોર્ડ ઉભા કરી ઉપરી અધિકારીઓને અંધારામાં રાખી તેઓની સહિઓ કરાવી અને ચેકમાં નામ બદલીને રકમ સાથે છેડછાડ કરી ૭ કરોડ ૩ લાખની છેતરપીંડી આચરી છે. ઉપરાંત આરોપી પાસેથી ૧૯૭ બેક અકાઉન્ટની માહીતી મેળવતા તે અમદાવાદ, વડોદરા, મહેસાણા, ગોવાના હોવાનુ સામે આવ્યુ છે. જે એકાઉન્ટ ટ્રાવેલ્સ નો વ્યવસાય કરતો આરોપી હાર્દીક અને તેનો મિત્ર નદીમ લાવી આપતા હતા. જેથી તેની ધરપકડ બાદ વધુ માહિતી સામે આવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.