Western Times News

Gujarati News

કારે મોપેડને ટક્કર મારતા પુત્રીનું મોત, પિતા ઘાયલ

નવસારી, રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ રોજે રોજ બનતી રહે છે ત્યારે વધુ એક કમકમાટી ભરી અકસ્માતની ઘટના થોડા દિવસ પહેલા નવસારીમાં ઘટી હતી. જાેકે, આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ વીડિયો જાેઈને ભલભલાના રુંવાડા ઊંભા થઈ જાય.

અહીં નેશનલ હાઇવે ૪૮ ઉપર ફૂલ સ્પીડે જતી કારે આગળની કારને અડફેટે લીધી અને કારની ટક્કરથી બીજી કાર બેકાબુ બનીને મોપેડ ઉપર જતા પિતા પુત્રીને અડફેટે લીધા હતા. જેમાં ગંભીર રીતે ઘાયલ પુત્રીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે નવસારીમાં આવેલા નેશનલ હાઈવે ૪૮ ઉપર ગ્રીડ નજીક આશરે દસ દિવસ પહેલા એક અકસ્માત સર્જાયો હતો.

અહીં એક પિતા પુત્રી હોટલમા જમવા ગયા બાદ પોતાના મોપેડ ઉપર ઘરે જઈ રહ્યા હતા. તેઓ હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે તેમને અડધાર્યો અકસ્માત નડ્યો હતો.મોપેડ ઉપર પિતા પુત્રી આરામથી જઈ રહ્યા ત્યારે એક બેકાબુ કારે તેમને અડફેટે લીધા હતા અને બંને પિતા પુત્રી મોપેડ સાથે ફંગોળાયા હતા.

અને પુત્રી રોડ ઉપર જ પટકાઈ હતી. જેથી તેને ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી. જ્યારે પિતાને પણ ઈજાઓ પહોંચતા બંનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. મળતી માહિતી પ્રમાણે દસ દિવસની લાંબી સારવાર બાદ યુવતીનું મોત નીપજ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.