Western Times News

Gujarati News

યુરોપમાં પૂરના લીધે અત્યાર સુધી ૧૯૬નાં મોત,સર્વત્ર તારાજીના દ્વશ્ય

નવીદિલ્હી: પશ્ચિમ યુરોપના ઘણા ભાગોમાં પૂરને કારણે અત્યાર સુધીમાં ૧૯૬ લોકો માર્યા ગયા છે અને સેંકડો ગુમ થયા છે. દરમિયાન, જર્મન અધિકારીઓએ પૂર દરમિયાન થયેલા બચાવ કાર્ય અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે, આપણે તાજેતરના પૂરમાંથી બોધપાઠ લેવાની જરૂર છે.

પૂરગ્રસ્ત વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા સતત રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ સાથે જ પશ્ચિમ જર્મની, પૂર્વ બેલ્જિયમ અને નેધરલેન્ડ્‌સમાં પૂર પછી રચાયેલી સ્વેમ્પ્સની સ્થિતિને દૂર કરવાના પ્રયાસો ઝડપી કરવામાં આવ્યા છે. તે જ સમયે, પૂર બાદ સૌથી વધુ અસરગ્રસ્ત જર્મન ક્ષેત્રના રાઇનલેન્ડ-પેલેટિનેટમાં ૧૧૭ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે પડોશી રાજ્ય નોર્થ રાઈન-વેસ્ટફાલિયામાં ૪૭ લોકોનાં મોત થયાની નોંધાઈ છે. ઉપરાંત, બાવેરિયાના સપ્તાહના પૂરમાં ઓછામાં ઓછા એકનું મૃત્યુ થવાની આશંકા છે, જ્યારે બેલ્જિયમના મૃત્યુની સંખ્યા ૩૧ છે.

રાહત કાર્યમાં રોકાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર પૂર દરમિયાન તૂટી ગયેલા મકાનોના લીધે વધુ લોકોના મોત થયાની આશંકા છે. પરંતુ ગૃહ પ્રધાન હોર્સ્‌ટ સીહોફરએ તમામ આલોચનાને ફગાવી દીધી છે અને કહ્યું છે કે, દુર્ઘટના અંગે સ્થાનિક અધિકારીઓને ચેતવણી આપવામાં આવ્યા પછી, તેઓને આપત્તિ સમયે સલામતી અંગે ર્નિણય લેવાનો અધિકાર છે.

જર્મનીના રાઇનલેન્ડ-પેલેટીનેટ રાજ્યના અધિકારીઓના જણાવ્યા અનુસાર. પરંતુ રાજ્યના ગૃહ પ્રધાન, રોજર લેવેન્ટેઝ, રવિવારે શુલ્ડે ગામની મુલાકાત લીધા પછી ચાન્સેલર એન્જેલા મર્કેલને જણાવ્યું હતું કે, માળખાગત સુવિધાઓ બગડેલી છે. વીજળી અને પાણી સહિતની તમામ સુવિધાઓને નુકસાન થયું છે. આ સાથે, આ વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક સંપૂર્ણ રીતે ધરાશાયી થઈ ગયું છે, જેના કારણે લોકો એકબીજા સાથે વાતચીત કરવામાં અસમર્થ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.