Western Times News

Gujarati News

રાજ કુન્દ્રા કેસમાં શિલ્પા શેટ્ટીની પણ છે ભૂમિકા? પોલીસે ખોલ્યું મોટું રહસ્ય

મુંબઇ: બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને જાણીતા બિઝનેસમેન રાજ કુન્રાલોનું નામ પોનોગ્રાફી કેસમાં સામે આવ્યું છે. પોલીસે તેમને ૨૩ જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. મામલો ફેબ્રુઆરીમાં સામે આવ્યો હતો. અનેક મહિનાઓ બાદ પર્યાપ્ત પુરાવા એકત્ર કર્યા બાદ રાજ કુન્રાનેની પોલીસે ધરપકડ કરી છે.

મંગળવારે આ મામલામાં આરોપી રાજ કુન્રામેને મુંબઈની સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે ક્રાઇમ બ્રાન્ચની માંગ સ્વીકારી આરોપી કુન્રાકરને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

તેમને મુંબઈની ભાયખલા જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ મામલો સામે આવ્યા બાદ એવા સવાલ ઊભા થઈ રહ્યા હતા કે શું આ કેસમાં શિલ્પા શેટ્ટીની કોઈ ભૂમિકા છે? આ સવાલના જવાબ આપીને પોલીસે આ રહસ્ય પરથી પર્દાફાશ કરી દીધો છે.

ફેબ્રુઆરી ૨૦૨૧થી જુલાઈ ૨૦૨૧ની વચ્ચે આ મામલાને ઉકેલવા માટે પોલીસે ઘણું હોમવર્ક કર્યું. ત્યારબાદ પોલીસનો સકંજાે રાજ કુન્રાબ સુધી પહોંચ્યો. ૬ મહિના સુધી કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી. પૂરતા પુરાવા એકત્ર કર્યા, ત્યારબાદ રાજ કુન્રાસ ની પોલીસે ધરપકડ કરી.

મંગળવારે મુંબઈ પોલીસના જાેઇન્ટ કમિશ્નર મિલિન્દ ભરામ્બેએ પ્રેસ કોન્ફરન્સ કરીને મામલાની જાણકારી મીડિયાને આપી. જાેઇન્ટ સીપીએ જણાવ્યું કે, કેવી રીતે આ ધંધામાં લોકો કામ કરતા હતા. સાથોસાથ તેમણે કેસમાં શિલ્પા શેટ્ટીની ભૂમિકાને લઈ પણ સ્પષ્ટતા કરી.

મુંબઈ પોલીસે જણાવ્યું કે, શિલ્પા શેટ્ટીની સક્રિય ભૂમિકા હોવાના હજુ સુધી કોઈ પુરાવા નથી મળ્યા. અમે તપાસ કરી રહ્યા છીએ. અમે પીડિતોને ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરીને પોતાની વાત રજૂ કરવા વિનંતી કરીએ છીએ. અમે જરૂરી કાર્યવાહી કરીશું.

જાેઇન્ટ સીપીએ જણાવ્યું કે, મામલામાં ઉમેશ કામત જેવા નિર્માતાઓની ધરપકડ કરવામાં આવી છે, જે રાજ કુન્દ્રાના ઈન્ડિયા ઓપરેશન્સની દેખરેખ રાખતા હતા. હોટશોટ્‌સ એપનું કામકાજ વિયાન કંપનીના માધ્યમથી થતું હતું. દરોડા દરમિયાન અમને પુરાવા મળ્યા છે, જેના આધાર પર રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, રાયન થાર્પની મુંબઈની નજીક નેરળથી મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. કોર્ટે રાજ અને રાયનને ૨૩ જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.