Western Times News

Gujarati News

પોલીસથી બચવા માટે રાજે પ્લાન બી તૈયાર રાખ્યો હતો

મુંબઈ: અશ્લીલ ફિલ્મો બનાવાના કેસમાં ફસાયેલા રાજ કુંદ્રાની વોટ્‌સએપ ચેટ દ્વારા નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. આ કથિત ચેટ પરથી લાગી રહ્યું છે કે, રાજ કુંદ્રાને પહેલેથી જ અંદેશો હતો કે વહેલો-મોડો તે પોલીસના હાથે ચડશે. એવામાં બચવા માટે રાજે ‘પ્લાન બી’ તૈયાર કરીને રાખ્યો હતો. સોમવારે રાત્રે ધરપકડ થયા બાદ મંગળવારે કિલા કોર્ટે રાજ કુંદ્રા અને તેના સાથી રાયન થાર્પને ૨૩ જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે. બીજી તરફ મુંબઈ પોલીસ ઝડપથી રાજ સામે પુરાવા એકત્ર કરવામાં જાેડાઈ છે. વોટ્‌સએપ ચેટ રાજ કુંદ્રા માટે સૌથી મોટી મુશ્કેલીનું કારણ બની છે. રાજ કુંદ્રા પર પોર્ન ફિલ્મો બનાવાનો અને દેશ-દુનિયામાં તેને વેચવાનો અને પ્રસારિત કરવાનો ગંભીર આરોપ છે. ‘હોટશોટ એપ’ સસ્પેન્ડ થયા બાદ રાજ કુંદ્રાએ પ્રદીપ બક્ષી સાથેની વોટ્‌સએપ ચેટમાં પ્લાન બીનો ઉલ્લેખ કર્યો હતો.

મુંબઈ ક્રાઈમ બ્રાંચે સોમવારે મોડી રાત્રે પૂછપરછ બાદ રાજ કુંદ્રાની ધરપકડ કરી હતી. ક્રાઈબ બ્રાંચે રાજ કુંદ્રાના પૂર્વ પીએ ઉમેશ કામતના મોબાઈલની તપાસ કરી તો તેમાં રાજની ઘણી ચેટ્‌સ મળી આવી છે અને તેના પરથી અંદાજાે લગાવી શકાય છે કે પોતાની સામે આવેલા ખતરાને રાજે ઓળખી લીધો હતો. સામે આવેલી નવી ચેટ્‌સમાં ‘એચ અકાઉન્ટ્‌સ નામનું એક ગ્રુપ છે.

જેમાં પ્રદીપ બક્ષીએ ગત વર્ષે નવેમ્બર મહિનામાં લખ્યું હતું કે, હોટશોટ એપને ગૂગલે સસ્પેન્ડ કરી દીધી છે. નિયમોની અવગણનાને કારણે આમ થયું હોવાનો પણ ઉલ્લેખ છે. ત્યારે રાજ કુંદ્રા કહે છે, કંઈ વાંધો નહીં, પ્લાન બી શરૂ થઈ ગયો છે. વધુમાં વધુ ૨-૩ અઠવાડિયામાં નવી એપ્લિકેશન લાઈવ થશે. રાજ કુંદ્રાના આ પ્લાન બીનું નામ બોલિફેમ હતું. દરમિયાન ઉમેશ કામત અને રાજ કુંદ્રાની વધુ એક કથિત ચેટ સામે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.