“ભારત સ્વચ્છ મિશન” એનસીસીની કેરળ થી દિલ્હી સુધીની સાયકલ યાત્રા શામળાજી પહોંચતા સ્વાગત
 
        (પ્રતિનિધિ) ભિલોડા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનને સમર્થન આપવાની સાથે પ્રજાજનોની જનજાગૃતિ માટે એનસીસી દ્વારા “સ્વચ્છ ભારત મિશન” યાત્રા એનસીસી કેડેટના સાયકલિસ્ટ દ્વારા કેરળ થી દિલ્હી સુધી સાયકલ યાત્રા યોજી છે મહારાષ્ટ્ર માંથી ગુજરાતમાં પ્રવેશી સાયકલ યાત્રા શામળાજીના શ્યામલ વન ખાતે આવી પહોંચતા જીલ્લા પોલીસવડા મયુર પાટીલ, પ્રાંત અધિકારી ઈલાબેન આહીર, ગુજરાત અને રાજસ્થાનના એનસીસીના હેડ અને શ્યામલ વનના આર.એફ.ઓ ભાટી ઉપસ્થિત રહી ઉષ્માભેર સ્વાગત કરી આવકાર્યા હતા જીલ્લા પોલીસવડા મયુર પાટીલે લીલી ઝંડી બતાવી સાયકલ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

 
                 
                 
                