Western Times News

Gujarati News

મોંઘવારી ભથ્થાનો રેલવે-સશસ્ત્ર દળોએ હજુ ઈંતેજાર કરવો પડશે

Files Photo

નવી દિલ્હી: દોઢ વર્ષના લાંબા ઈન્તેજાર બાદ કેન્દ્ર સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (ડ્ઢછ)માં વધારો કર્યો છે. પરંતુ બે વિભાગ માટે હજુ પણ ઈન્તેજાર ઓછો થયો નથી. રેલવે કર્મચારીઓ અને સશસ્ત્ર દળોના કર્મીઓએ હજુ મોંઘવારી ભથ્થા માટે રાહ જાેવી પડશે. ફાઈનાન્સ ઈન્ડસ્ટ્રીએ જણાવ્યું કે આ ઓર્ડર રેલવે કર્મચારીઓ અને સશસ્ત્ર દળોના કર્મચારીઓ પર લાગૂ થશે નહીં. આ માટે સંબંધિત મિનિસ્ટ્રી તરફથી અલગ ઓર્ડર બહાર પાડવામાં આવશે.

રેલવે કર્મચારીઓ અને સશસ્ત્ર દળોના કર્મીઓના ડ્ઢછ માં વૃદ્ધિનો ઓર્ડર રેલવે અને ડિફેન્સ મિનિસ્ટ્રી તરફથી બહાર પાડવામાં આવશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે બહાર પાડવામાં આવેલો ઓર્ડર ડિફેન્સ સર્વિસિઝ એસ્ટિમેટથી ચૂકવણી મેળવનારા અસૈન્ય કર્મચારીઓ ઉપર પણ લાગૂ થશે.

નાણા મંત્રાલયે પોતાના એક આદેશમાં કહ્યું કે ડિફેન્સ સર્વિસિઝ એસ્ટિમેટથી જે અસૈન્ય કર્મચારીઓને ચૂકવણી કરવામાં આવે છે તેમના માટે ફાઈનાન્સ મિનિસ્ટ્રી તરફથી બહાર પાડવામાં આવેલો ઓર્ડર લાગૂ થશે. જાે કે રેલવે કર્મચારીઓ અને સશસ્ત્ર દળોના કર્મીઓ માટે અલગ ઓર્ડર રેલવે અને ડિફેન્સ મિનિસ્ટ્રી તરફથી બહાર પાડવામાં આવશે.

નોંધનીય છે કે નાણા મંત્રાલયે ૧ જુલાઈ ૨૦૨૧થી કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ માટે ૨૮ ટકા મોંઘવારી ભથ્થાની મંજૂરી આપી દીધી છે. અત્યાર સુધી ડીએ ૧૭ ટકાના દરથી અપાતું હતું પરંતુ હવે વધારા બાદ તે ૨૮ ટકા થયો છે.

કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ૧૭ ટકાથી વધારીને ૨૮ ટકા કર્યું છે. આ જાહેરાત બાદ કેન્દ્ર સરકારે હાઉસ રેન્ટ
અલાઉન્ટ પણ વધારીને ૨૭ ટકા સુધી કર્યું છે. વાત જાણે એમ છે કે ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડેચરે ૭ જુલાઈ ૨૦૧૭ના રોજ એક આદેશ બહાર પાડ્યો હતો જેમાં કહેવાયું હતું કે જ્યારે મોંઘવારી ભથ્થું ૨૫ ટકાથી વધુ થશે તો હાઉસ ૐઇછ પણ રિવાઈઝ કરવામાં આવશે.

૧ જુલાઈથી ડિયરનેસ અલાઉન્સ વધારીને ૨૮ ટકા કરવામાં આવ્યું છે. આથી ૐઇછ પણ રિવાઈઝ કરવું જરૂરી છે. નાણા મંત્રાલયના આદેશ મુજબ કેન્દ્રીય કર્મચારીઓને તેમના શહેરના આધારે ૐઇછ મળશે. શહેરોને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યાં છે. ઠ, રૂ અને ઢ. રિવિઝન બાદ ઠ કેટેગરીના શહેરો માટે ૐઇછ બેઝિક પેના ૨૭ ટકા રહેશે. એ જ રીતે રૂ કેટેગરીના શહેરો માટે ૐઇછ બેઝિક પેના ૧૮ ટકા રહેશે જ્યારે ઢ કેટેગરીના શહેરો માટે આ બેઝિક પે ના ૯ ટકા રહેશે.

જાે કોઈ શહેરની વસ્તી ૫ લાખને પાર કરી જાય તો તે ઢ કેટેગરીમાંથી રૂ કેટેગરીમાં અપગ્રેડ થઈ જાય છે. એટલે કે ત્યાં ૯ ટકાની જગ્યાએ ૧૮ ટકા ૐઇછ મળશે. જે શહેરની વસ્તી ૬૦ લાખથી વધુ થાય તે ઠ કેટેગરીમાં આવે છે. ત્રણેય કેટેગરી માટે ન્યૂનતમ હાઉસ રેન્ટ અલાઉન્સ ૫૪૦૦, ૩૬૦૦ અને ૧૮૦૦ રૂપિયા હશે. ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડેચરના જણાવ્યાં મુજબ જ્યારે મોંઘવારી ભથ્થું ૫૦ ટકા ઉપર જશે ત્યારે  રૂ અને ઢ શહેરો માટે ૩૦ ટકા, ૨૦ ટકા અને ૧૦ ટકા કરી નાખવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.