Western Times News

Gujarati News

લક્ઝરી કારની માલિક બની એક્ટ્રેસ અનિતા હસનંદાની

મુંબઈ: ટેલિવિઝન એક્ટ્રેસ અનિતા હસનંદાની, કે જે હાલ માતૃત્વના તબક્કાનો આનંદ માણી રહી છે તેને ખુશીનું એક વધુ કારણ મળી ગયું છે. એક્ટ્રેસ અને તેનો પતિ રોહિત રેડ્ડી બ્રાન્ડ ન્યૂ લક્ઝરી કારના માલિક બન્યા છે. એક્ટ્રેસે નવી કારની તસવીરો અને વીડિયો ફેન્સ તેમજ ફોલોઅર્સ માટે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યા છે.

અનિતા હસનંદાનીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જે પહેલો વીડિયો શેર કર્યો છે તેમાં તે કાર દેખાડી રહી છે. જેસ બ્લેક કલરની મર્સિડિઝ બેન્ઝ છે. વીડિયોમાં તે તેના પતિને કહી રહી છે કે વાઉ, આ તારી નવી કાર છે. બીજા વીડિયોમાં રોહિત રેડ્ડી કાર પર ફૂલનો હાર લગાવ્યા બાદ શ્રીફળ તોડતો જાેવા મળી રહ્યો છે. બાદમાં બધા ચીચીયારીઓ પાડે છે.

અનિતા હસનંદાની અને રોહિત રેડ્ડીએ ખરીદેલી આ નવી કારની સૌથી ખાસ વાત તેની નંબર પ્લેટ છે. જેના પર કપલે તેના દીકરાની બર્થ ડેટ ૦૯૦૨ લખાવી છે. નંબર પ્લેટની તસવીર શેર કરીને એક્ટ્રેસે લખ્યું છે ‘આરવ રેડ્ડીનો બર્થ ડે. તેના વિશે સૌથી વધારે ઉત્સાહિત હતી.
અનિતા અને રોહિત લગ્નના સાત વર્ષ બાદ આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં દીકરાના માતા-પિતા બન્યા હતા. જેનું નામ કપલે આરવ પાડ્યું છે. આરવ મમ્મી-પપ્પાનો ખૂબ લાડકો છે અને તેઓ તેની ક્યૂટ તસવીરો અને વીડિયો શેર કરતાં રહે છે.

આરવ સાત મહિનાનો થતાં હાલમાં જ તેની મુંડન સેરેમની કરવામાં આવી હતી. જેની તસવીરો અનિતાએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. મુંડન સેરેમનીમાં આરવના દાદી અને નાની પણ હાજર રહ્યા હતા અને તેના પર હેત વરસાવ્યું હતું. હાલ તો અનિતા દીકરાનો ઉછેર કરવામાં વ્યસ્ત છે

તેનું બધું જ ધ્યાન દીકરા પર આપવા માગે છે. હાલ તેનો ટીવી પર પાછો કરવાનો કોઈ વિચાર નથી અનિતા હસનંદાની છેલ્લે સીરિયલ નાગિન ૫માં જાેવા મળી હતી, જેનું શૂટિંગ તેણે પ્રેગ્નેન્સી દરમિયાન કર્યું હતું. અનિતા હસનંદાની ઘણા વર્ષથી એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં છે. તે યે હૈ મહોબ્બતે, કભી સૌતન કભી સહેલી જેવા શો કરી ચૂકી છે. તેણે સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શો નચ બલિયે ૯માં પણ પતિ સાથે ભાગ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.