Western Times News

Gujarati News

કેન્દ્રનો નવો ટેનેન્સી એક્ટ ન અપનાવવા વકીલોની માંગણી

હાઈકોર્ટના ચીફ જસ્ટીસ અને મુખ્યમંત્રીને રજુઆત

(એજન્સી) અમદાવાદ, કેન્દ્ર સરકારે નવા ઘડેલા મોડેલ ટેનેન્સી એક્ટ ર૦ર૧ને અપનાવવા માટે ગુજરાત સરકાર હાલ વિચારણા કરી રહી છે. રાજયમાં પ્રવર્તમાન રેન્ટ હોટેલ એન્ડ લોજીંગ હાઉસ રેન્ટસ કંટ્રોલ એક્ટ ૧૯૪૭ને બદલી આ નવા કાયદાને ન અપનાવવા અમદાવાદ બાર એસોસીએશને રાજયના ચીફ જસ્ટીસ વિક્રમ નાથ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કાયદામંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રજુઆત કરી છે.

ધ અમદાવાદ બાર એસોસીએશનના પ્રમુખ પરેશ જાની અને સેક્રેટરી જગત ચોક્સી દ્વારા લખવામાં આવેલા પત્રમાં રજુઆત કરવામાં આવી છે કે સુચિત કાયદાની જાેગવાઈઓ મુજબ ભાડુઆતી મિલકતોના ન્યાયિક વિવાદ અંગે સરકાર કોર્ટના ન્યાયિક સત્તાક્ષેત્રના સ્થાનેે ત્રિસ્તરીય સમન્યાયિક માળખુ ઉભુ કરવા માંગે છે. જેમાં સૌથી નીચે રેન્ટ ઓથોરીટી તેના પર રેન્ટ કોર્ટ અને તેના પર ેન્ટ ટ્રીબ્યુનલની સમન્યાયિક સત્તાની નિમણુૃક કરવામાં આવશે.

આમ ન્યાયન્તિકના બદલે સમન્યાયિક સતા ઉભી કરી ન્યાયિક અદાલતો પાસેથી સત્તા છીનવવી યોગ્ય નથી. સમન્યાયિક કચેરીઓમાં થતો ભ્રષ્ટાચાર જાણીતો છે. આવી વ્યવસ્થાથી માલિકો અને ભાડુઆતો હેરાન થશે અને સરકારની છબી પણ ખરડાશે. તેથ સરકારે મોડેલ ટેનેન્સી એક્ટ ર૦ર૧ને ન અપનાવવો જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.