Western Times News

Gujarati News

ગુજરાતના ૩પ જેટલા ભૂતપૂર્વ રણજી ક્રિકેટર્સ એક જ મંચ ઉપર એકત્રિત થયા

ઓરિયેન્ટ કલબે ખેલાડીઓનું વિશિષ્ઠ સન્માન કર્યુ, ખેલાડીનું સ્નેહમિલન યોજાયું

(એજન્સી) અમદાવાદ, કોરોનાની મહામારીને કારણે છેલલા ઘણા સમયથી સંપર્કવિહોણા થઈગયેલા અને નિવૃત્તિ બાદ લગભગ ક્રિકેટની દૂર થઈ ગયેલા સંખ્યાબંધ રણજી ક્રિકેેટર એકત્રિત થાય એવા આશયથી ઓરિયેન્ટ કલબે રવિવારે એક નવી પહેલ કરી હતી.

કલબ દ્વારા ગુજરાત માટ રમેલા સંખ્યાબંધ રણજી ક્રિકેટર્સને એક જ મંચ ઉપર એકત્રિત કર્યા હતા. જેમાં ૮૦ની વય વટાવી ચુકેલા ખેલાડીથી લઈને નજીકના ભૂતકાળમાં નિવૃત્‌ થયેલા હોય અને આજેય ક્રિકેટમાં સક્રિય હોય એવા તમામ વયના ક્રિકેટર મળ્યા હતા.

આ સ્નેહમિલનનો આશય ખેલાડીઓ ફરીથી મળે અને તેમના જૂના સંસ્મરણો તાજા થાય એવો જ હતો. આ ઉપરાંત તેમનું સન્માન સમારભ પણ યોજાયો હતો. કાર્યક્રમ દરમ્યાન ૭પ વર્ષથી વધુ વયના ખેલાડીઓને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા તો એ સિવાય ગુજરાત માટે શાનદાર પ્રદર્શન કરનારા કેટલાંક ક્રિકેટર્સને પણ મોમેન્ટો આપીને સન્માનિત કરાયા હતા.

ગુજરાત માટે રણજી ટ્રોફીમાં સૌથી વધુ સદી તથા સૌથી વધુ રન ફટકારનાર મુકુન્દ પરમાર, સૌથી વધુ વિકેટ લેનાર અશોક જાેષી, ઓલરાઉન્ડર ભાવિન મહેતા અને હિતેષ મજમુદાર, રણજી ટ્રોફી રમયા બાદ ઈન્ટરનેશનલ અમ્પાયર તરીકે પ્રસિધ્ધ થયેલા અમિષ સાહેબા, નવેમ્બર ૧૯પ૮માં વેસ્ટ ઈન્ડીઝની સામે રમેલા ભગીરથ ઠાકોરનું વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતુ.
ગુજરાતના ક્રિકેટર મોટાભાગે પોતાના વયજૂથના ખેલાડીઓ સાથે અવારનવાર મળતા હોય છે.

પરંતુ તમામ વયના ખેલાડીઓ એક જ મંચ ઉપર એકત્રિત થાય એવો કદાચ આ પહેલો પ્રસંગ હતો. આ પ્રસંગે અશોક જાેષી, મુકુન્દ પરમાર, અમિષ સાહેબા, જયેન્દ્ર સાયગલ, ભગીરથ ઠાકોર, હિતેષ મજમુદાર અને કિરીટ દામાણીએ પોતાના ક્રિકેટકાળના સંભારણા રજુ કર્યા હતા. આ પ્રસંગે ગુજરાત ક્રિકેટ એસોસીએશનના સેક્રેટરી અશોક બ્રહ્મભટ્ટ, જાેઈન્ટ સેક્રેટરી અનિલ પટેલ, ટ્રેઝરર ભરત ઝવેરી, ભૂતપૂર્વ સેક્રેટરી રાજેશ પટેલ ઉપસ્થિત રહયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.