Western Times News

Gujarati News

નવા GST રિટર્નમાં વેપારીએ ભરેલા નાણાં જેટલી જ ITC મળશે

હાલમાં મળવાપાત્ર ક્રેડિટનો લાભ મળતો હતો
સુરત, વેપારીએ જીએસટી ભરપાઈ કર્યો હોય કે નહી કર્યો હોય પરંતુ સામે વેપારી ક્રેડીટ કલેઈમ કરે એટલે તેને રિફંડ આપવાનો નિયમ હતો. પરંતે આગામી એક ઓકટોબરથી તેમાં ફેરફાર કરીને વેપારીએ જીએસટી ભરપાઈ કર્યો હશે તેટલી જ રકમની ક્રેડીટ સામેવાળા વેપારીને મળશે.

હાલમાં વેપારી દ્વારા જીએસીઆર ૧માં ખરીદ વેચાણની વિગતો રજુ કર્યા બાદ ૩ બી રીટર્નમાં ટેક્ષની રકમ ભરપાઈ કરવાની હોય છે. પરંતુ કેટલાક વેપારીઓ જીએસટીઆર ૧ ભરે છે. પરંતુ ટેક્ષ ભરવા માટેનું ૩ બી રીટર્ન ભરપાઈ કરતા નથી. તેમ છતાં સામેવાળા વેપારી દ્વારા આઈટીસીની માંગણી કરવામાં આવે તો જેટલી માંગણી કરી હોય તેટલી માગણી સ્વીકારીને જીએસટી કલેઈમ આપી દેતું હતું. તેના કારણે સરકારને આવક પર સીધી અસર પડતી હતી. કારણ કે જે વેપારીએ ટેક્ષ ભર્યવો નહી હોવા છતાં સામેવાળા વેપારીને સરકારની તિજારીમાંથી નાણાં મળી જતા હતા. પરંતુ આગામી ૧ ઓકટોબરથી જીએસટીઆર ૧ અને ૩બી રીટર્નના બદલે નવું ફોર્મ સુગમ અને સહજ રજુ કરવામાં આવ્યું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.