Western Times News

Gujarati News

અમદાવાદમાં ઉમિયાધામ ખાતે ૧૫૦૦ કરોડના ખર્ચે આરોગ્ય લક્ષી અને કેળવણી લક્ષી પ્રોજેક્ટના કામો થશે

અમદાવાદ, અમદાવાદમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં હવે ઉમિયાધામના પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા હવે બેઠક શરૂ કરવામાં આવી છે. હાલ તો આ બેઠક સોલાના ઉમિયાધામમાં વિકાસ પ્રોજેક્ટને લઈને કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સમાજના અને રાજકરણના પાટીદાર સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. ૧૩ ડિસેમ્બર ૨૦૨૧એ વિવિધ પ્રોજેક્ટ માટે ભૂમિપૂજન કરવામાં આવશે.

કડવા પાટીદારોનું નેતૃત્વ કરતી ઉમિયા માતાજીની સંસ્થા દ્વારા અમદાવાદમાં આવેલ ઉમિયા કેમ્પસમાં ઉત્કર્ષ, ધાર્મિક સામાજિક અને આરોગ્ય વિષયોને ધ્યાનમાં રાખીને એક વિશાળ સંકુલ બનાવવા તૈયારી થઈ રહી છે. અમદાવાદ શહેરમાં એસ.જી.હાઇવે ખાતે આવેલ ૭૪ હજાર ચોરસ વારમાં આવેલ ઉમિયા કેમ્પસમાં ધર્મ સંકુલ, શિક્ષણ સંકુલ, આરોગ્ય સંકુલ,પાર્ટી પ્લોટ, બેન્ક વેટ, ભોજનાલય, વિશ્રાંતગૃહ જેવા જુદા જુદા વિભાગોનું નિર્માણ કરવામાં આવશે.

સમગ્ર પ્રોજેક્ટ ૧૫૦૦ કરોડના ખર્ચે કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે આજે બેઠક યોજાવવાની છે. જેમાં બાબુ જમના, મણીભાઈ પટેલ, દિલીપ પટેલ, સી.કે.પટેલ,વાસુદેવ પટેલ,રમેશભાઈ દૂધવાળા સહિતના અનેક અગ્રણીઓ હાજર રહેશે.
૧૩ ડિસેમ્બર ૨૦૨૧એ આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવશે.

ઊંઝા બાદ અમદાવાદમાં પ્રથમ વાર ઉમિયા માતાનો સૌથી મોટો ધાર્મિક ઉત્સવ બનશે.૧૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ રહી શકે તેવી હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે.૧૩ માળનું બિલ્ડિંગ જેમાં ૪૦૦થી વધારે રૂમની સુવિધા સાથેની હોસ્ટેલ ઊભી કરવામાં આવશે.

૫૨ હજાર સ્ક્વેર ફૂટની જગ્યામાં અત્યાધુનિક પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલ બનશે. મેડિકલ સેન્ટર પણ ઉભુ કરવામાં આવશે. આ અંગે સમાજના અગ્રણી સી.કે.પટેલે જણાવ્યું હતું કે ઉમિયા માટેની સંસ્થા ધાર્મિક સંસ્થા છે. ધાર્મિક સંસ્થા ધર્મની સાથે સાથે આરોગ્ય લક્ષી અને કેળવણી લક્ષી કામો કરશે.રાજકીય વિષય અંગે અમે પાડવા માંગતા નથી.

રાજકરણ અને ૨૦૨૨ની ચુંટણી અંગે પાટીદાર સમાજના મત અંગે અમે આવનાર સમયમાં સોલીડ જવાબ આપીશું.આજે રાજકરણ ની મીટીંગ નથી વિકાસના પ્રોજેક્ટ માટે ભેગા થયા છીએ.વિશ્વ ઉમિયા ધામમાં સૌથી મોટું મંદિર બનશે જ્યારે આ પ્રોજેક્ટ પણ માતાજીના અને સમાજ માટે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.