Western Times News

Gujarati News

કપ્પા વેરિયન્ટના કેસને લઈ તબીબોની ચિંતા વધી

અમદાવાદ, કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટની સાથે કપ્પા વેરિયન્ટના કેસને લઈ તબીબોની ચિંતા વધી છે..ગુજરાતના જુદા જુદા જિલ્લામાં ૫ કેસ જાેવા મળતા તબીબોએ તેની ગતિને લઈ અભ્યાસ શરૂ કર્યો છે. ડેલ્ટા, ડેલ્ટા પ્લસ અને કાપા વેરિયન્ટ બીજી લહેર માટે જવાબદાર રહ્યા છે.

માર્ચથી જૂનમાં સામે આવેલા કેસના જીનોમ સિકવન્સિંગમાં આ વેરિયન્ટ જાેવા મળ્યો છે. યૂકેમાં પણ કાપા વેરિયન્ટના કેસ જાેવા મળ્યા છે. વેરિયન્ટની ઘાતકતા ઘટાડવા વેક્સિનેશની ગતિ વધારવી જરૂરી છે. તહેવારની સિઝનમાં લોકો ભીડ ભેગી કર્યા વગર ઘરમાં જ તહેવારો ઉજવે તે વધુ જરૂરી છે.

અમદાવાદ શહેરમાં શનિવારે કોરોનાના નવા દસ કેસ નોંધાવા પામ્યા છે.શનિવારે શહેરમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત થવા પામ્યુ નહોતું. શનિવારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં ૧૧ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અમદાવાદમાં નવ જુલાઈના રોજ કોરોનાના ૧૨ કેસ નોંધાયા હતા.

એ પછી શહેરમાં કેસની સંખ્યામાં ઘટાડો જાેવા મળતો હતો.પરંતુ શુક્રવારે શહેરમાં આઠ કેસ નોંધાયા હતા.શનિવારે નવા દસ કેસ નોંધાતા પંદર દિવસ બાદ ફરી એકવાર શહેરમાં કોરોનાના નવા કેસ બે આંકડામાં નોંધાયા છે. રસીકરણ કેન્દ્રો ઉપરથી ૧૯૨૨૦ પુરુષ અને ૧૪૧૫૫ મહિલાઓ સહીત કુલ ૩૩૩૭૫ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી.

અમદાવાદ શહેરમાં શનિવારે મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના રસીકરણ કેન્દ્રો ઉપરથી ૧૯૨૨૦ પુરુષ અને ૧૪૧૫૫ મહિલાઓ સહીત કુલ ૩૩૩૭૫ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.૧૮ થી ૪૪ વય જુથના ૧૦૯૩૮ પુરુષ અને ૬૯૦૨ મહિલા મળી કુલ ૧૭૮૪૦ લોકોને તેમજ ૪૫થી વધુ વયના ૯૯૪૦ લોકોને કોરોના રસી આપવામાં આવી હતી.આ ઉપરાંત ૪૬ પ્રસુતા મહિલાઓને કોરોના વેકિસન અપાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.