Western Times News

Latest News from Gujarat India

ફેન સૈફ અલી અને તૈમૂરને ફિલ્મમાં સાથે જાેવા માગે છે

મુંબઈ: સૈફ અલી ખાન અને કરીના કપૂરના પહેલા દીકરા તૈમૂરનો જન્મ થયો ત્યારથી તે ચર્ચામાં છે. પટૌડી પરિવારનો લાડકો તૈમૂર ચાર વર્ષનો છે, પરંતુ તેની પોપ્યુલારિટી બોલિવુડના કોઈ સેલિબ્રિટીથી કમ નથી. લાઈમલાઈટના મામલે પણ તે પોતાનાથી મોટી ઉંમરના સ્ટારકિડને પાછળ છોડી ચૂક્યો છે. તે જ્યારે પણ ઘર બહાર નીકળે છે ત્યારે ફોટોગ્રાફર તેની એક ઝલક ક્લિક કરવા માટે પડાપડી કરે છે.

તૈમૂરનું મમ્મી-પપ્પા એમ બંને સાથેનું બોન્ડિંગ મજબૂત છે. હાલમાં ફેને સૈફને તૈમૂર સાથે એક ફિલ્મની રિમેકમાં કામ કરવાની માગણી કરી હતી. જેનો એક્ટરે જબરદસ્ત જવાબ આપ્યો હતો. સૈફ અલી ખાન હાલમાં અનિતા શ્રોફ અડજાણીયાના શો ફીડ અપ વિથ ધ સ્ટાર્સમાં મહેમાન બન્યો હતો. આ દરમિયાન હોસ્ટે સૈફ માટે ચાહકોએ કરેલી કેટલીક કોમેન્ટ વાંચીને સંભળાવી હતી. જેમાંથી એક ફેને સૈફ સમક્ષ તૈમૂર સાથે ‘બેબીસ ડે આઉટની રિમેકમાં કામ કરવાનું સૂચન આપ્ચું હતું.

ફેને લખ્યું હતું કે ‘સૈફ બોલિવુડના કૂલેસ્ટ ડેડમાંથી એક છે. ખરેખર તેને અને તૈમૂરને ‘બેબીસ ડે આઉટ’ની રિમેકમાં જાેવા માગીએ છીએ. જેના જવાબમાં સૈફે કહ્યું હતું કે ‘ટિમ સાથે ફિલ્મ કરવાનું ખૂબ કંટાળાજનક રહેશે. થોડા સમય બાદ તે કહેશે કે ‘હું વધારે શૂટિંગ કરવા ઈચ્છતો નથી’. બાળકો સાથે કામ કરવાનું ખૂબ મુશ્કેલ હોય છે,

ખાસ કરીને પોતાના બાળકો સાથે’. સૈફની દીકરી સારા અલી ખાન પહેલાથી એક્ટર છે. તેનો દીકરો ઈબ્રાહિમ બોલિવુડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. તૈમૂર તો પહેલાથી જ પોપ્યુલર છે. તે ફોટોગ્રાફર્સનો ફેવરિટ છે અને કેમેરાને જાેઈને પોઝ પણ આપે છે. આટલું જ નહીં સોશિયલ મીડિયા પર તેના કેટલાક ફેન પેજ પણ છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers